દીકરીએ પહેર્યો હોટ આઉટફિટ તો મમ્મીએ આપ્યુ એવું ધમાકેદાર રિએક્શન કે વીડિયો જોઇ હસી હસીને પાગલ થઇ જશો

પાર્ટીમાં જવા માટે દીકરી પહેર્યો હોટ આઉટ ફિટ, રૂમમાંથી બહાર આવતા જ મમ્મીએ ચપ્પલથી… જુઓ વીડિયો

જ્યારે પણ આપણે બહાર ફરવા જઈએ છીએ ત્યારે આપણને સરસ ડ્રેસ પહેરવાનું ગમે છે. છોકરાઓ ભલે ઝડપથી તૈયાર થઈ જાય, પરંતુ છોકરીઓ તૈયાર થવામાં થોડો સમય લે છે. કારણ પણ વાજબી છે, કારણ કે તેમને માત્ર ડ્રેસ પહેરવો જ પડતો નથી, પણ હેરસ્ટાઈલની સાથે મેક-અપ પણ કરવાનો હોય છે. આ જ કારણ છે કે જ્યારે છોકરીઓ તૈયાર થાય છે ત્યારે તેમની સુંદરતા જોવા લાયક હોય છે.

પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે છોકરી જયારે સરસ મજાની તૈયારી થઇને બહાર ફરવા જઇ રહી હોય અને અચાનક મમ્મી આવી તેનો હોટ આઉટફિટ જુએ તો… તમે સમજી જ ગયા હશો. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં દીકરીએ સ્ટાઈલિશ ડ્રેસ પહેર્યો અને પછી તેની માતા પાસે જઈને ફરવા માટે પૈસા માંગ્યા, પછી શું થયું તે તમે જ જોઈ લો. જ્યારે એક છોકરી તેની માતાનું ઓન કેમેરા રિએક્શન લેવા માંગતી હતી ત્યારે કંઈક અજીબ ઘટના બની.

છોકરીએ કેમેરામાં પહેલેથી જ કહ્યું હતું કે હું મારી માતાની સામે સ્ટાઇલિશ આઉટફિટ પહેરીને જઈશ, પછી જોઈએ કે તે કેવી પ્રતિક્રિયા આપે છે. લાલ ડ્રેસ પહેર્યા પછી, તે તેની માતા પાસે જાય છે અને પછી ઓટો માટે પૈસા માંગે છે.માતાએ પુત્રીનો ડ્રેસ જોયો કે તરત જ તે હસવા લાગી. આટલું જ નહીં, જ્યારે પુત્રી ડ્રેસ બતાવવા માટે પોઝ આપવા લાગી ત્યારે માતાએ તેના હાથમાં ચપ્પલ ઉપાડ્યા.

થોડીક સેકન્ડ પછી બંને હસવા લાગ્યા અને આ ઘટનાની મજાક ઉડાવવા લાગ્યા.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. માતાની પ્રતિક્રિયા જોઈ પુત્રીએ જે કર્યું તે ખૂબ જ રમુજી છે. માતાએ હસીને દીકરીને ઠપકો આપ્યો. મા-દીકરીના રિએક્શનને જોયા બાદ લોકોએ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Vaishnavi Srivastava (@messygirl4161)

આ વીડિયોને messygirl4161 નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વૈષ્ણવી શ્રીવાસ્તવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, અને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર 55.3K ફોલોઅર્સ છે. તે અવાર નવાર તેના વીડિયો અપડેટ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 80 લાખ વ્યૂઝ અને 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Shah Jina