ખબર દિલધડક સ્ટોરી

જુઓ હૃદય ધ્રુજાવી દેનારો ‘મા’ નો વિડીયો,સૂટકેસ પર સુતા બાળકને લઇ જવા માટે મજબુર બનેલી ‘માં’,ઊંઘમાં છોકરું ખેંચી સૂટકેસ

જ્યારથી દેશમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધારે સમસ્યા જો કોઈને આવી હોય તો તે ‘મજુર વર્ગ’ છે. લોકડાઉનની વચ્ચે દેશના ઘણા વિસ્તારમાં એવી ઘણી તસ્વીરો અને વિડીયો સામે આવી રહયા છે કે તેને જોઈને એ સમજાઈ શકે કે ગરીબો અને મુજરો માટે આ લોડાઉન કેટલી મોટી સમસ્યા બનીને આવ્યું છે.

લોડાઉનમાં જ્યા એક તરફ લોકોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર મળી રહ્યો છે જ્યારે બીજી તરફ કોરોના મહામારીની વચ્ચે ફસાયેલા મજુર લોકો પોતાના ઘર-પરિવાર પાસે જવા માટે તડપી રહ્યા છે. હજારો મજૂરો અને ગરીબોની લાચારી હવે કોઈથી છાની નથી.

એવામાં આજે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજુર વર્ગ માટે પોતાના ઘરે પહોંચવું એક મજબૂરી બની ગઈ છે. કામ ન હોવાને લીધે તેઓની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો પણ નથી. એવામાં વાહનો પણ ઉપલબ્ધ ન હોવાને લીધે મજુર લોકો પગપાળા,સાઇકલ ચલાવીને, બળદગાડા દ્વારા પોતાના ઘરે જવા માટે મજબુર બની ગયા છે જેમાના અમુક લોકોની મૃત્યુ થઇ જવાની પણ દુઃખદ ખબરો સામે આવી છે.

એવીજ એક હૃદયને પીગળાવતી ઘટના સામે આવી છે. ઘટનાનો વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મજબૂરી દરેક કોઈને હેરાન કરી મૂકી છે. વીડિયોમાં એક બાળક સૂટકેસ પર જ સુઈ જાય છે અને માં તેને દોરડાથી ખેંચવા માટે મજબુર છે.

મળેલી જાણકારીના આધારે આ શ્રમિક મહિલાએ પંજાબથી પોતાની સફર શરૂ કરી હતી અને તેને ઉત્તરપ્રદેશ(ઝાંસી) પહોંચવાનું હતું. આગ્રાના વિસ્તારથી આવેલી આ તસ્વીરમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ મહિલાંનો નાનો એવો દીકરો થાકીને સૂટકેસ પર જ સુઈ ગયો છે અને તેની માં દોરડાની મદદથી સુટકેસને ખેંચી રહી છે. આખરે માં તે માં જ છે. આ શ્રમિક મહિલાની સાથે અન્ય શ્રમિકો તથા બાળકો પણ તેની સાથે પગપાળા ચાલી રહ્યા છે.

આ લોકોમાં શામિલ એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ પંજાબથી આવી રહ્યા છે અને આવી રીતે ચાલીને તેઓએ અહીં સુધીની મુસાફરી પૂર્ણ કરી છે અને હજી તેઓને 800 કિલોમીટરનું અંતર કાપવાનું છે. જ્યા રાત પડે ત્યાં જ રોકાઈ જાય છે. જો કે તેઓને રસ્તામાં અમુક લોકોએ રાશન અને કરિયાણાનો સામાન પણ આપ્યો હતો, અને તેનાથી ભોજન બનાવીને પોતાનું પેટ ભરતા હતા.

દીકરાના સૂટકેસ પર સુઈ જવાને લીધે તેનું વજન પહેલા કરતા અનેક ગણું વધી ગયું છે પણ એક માં ને પોતાના ઘરે જવાની એટલી બેચેની છે કે તેને સુટકેસનો પણ કોઈ ભાર નથી લાગતો. સૂટકેસમાં ભરેલા સમાનનો વજન અને દીકરાનો વજન હોવા છતાં તેની ચાલવાની રફ્તારમાં કોઈ જ ફરક નથી પડ્યો.

જો કે આવું પહેલી વાર નથી કે મજુર વર્ગને આવી મજબુરીનો સામનો કરવો પડ્યો હોય તેની પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. અમુક સમય પહેલા જ એક યુવક પોતાની અપાહિજ માં ને પોતાના હતાહમાં ઊંચકીને સેંકડો કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ સિવાય મધ્યપ્રદેશથી સામે આવેલી એક તસ્વીરમાં બળદગાડાથી સફર કરતો પરિવાર જોવા મળ્યો હતો, જેમાં બળદની એક જગ્યા પર માણસે જાતે જ બળદગાડાને ખેંચ્યું હતું.

આ વીડિયોમાં રાહુલ નામના મજુરે કહ્યું હતું કે તેઓની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. માટે ઘર પરિવાર સાથે પોતાના ઘર ઇન્દોર જઈ રહ્યા છીએ. પેટ ભરવા માટે એક બળદ વહ્નેચવો પડ્યો હતો. માટે એક બળદની જગ્યાએ ક્યારેક પોતે તો ક્યારેય પોતાની પત્ની ગાડાને ખેંચવા માટે મજબુર બન્યા છીએ. એવામાં લોકોની આવી દયનિય સ્થિતિને જોઈને એજ અપેક્ષા છે કે કોરોના મહામારીની આ સમસ્યામાં આવેલા સંકટો જલ્દીથી ખતમ થઇ જાય.

જુઓ અહીં સૂટકેસ પર સુતા બાળકને ખેંચીને લઇ જવા માટે મજબુર થયેલી મા નો વિડીયો…

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks [OFFICIAL] (@thegujjurocks) on

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.