મહેસાણાનો અજીબો ગરીબ કિસ્સો, એક સંતાનની માતાને થયો 15 વર્ષના કિશોર સાથે પ્રેમ તો કર્યો એવો કાંડ કે…

ગુજરાતમાંથી ઘણીવાર અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે અને ઘણીવાર એવું બનતુ હોય છે કે સાસુ અને જમાઇના સંબંધો લજવાય છે તો ઘણીવાર સસરા અને પુત્રવધુ તો ઘણીવાર સાળી અને જીજાના સંબંધો લજવાય છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે તો ખરેખર ચોંકાવનારો છે. ગુજરાતના મહેસાણામાં એક સંતાનની માતાને 15 વર્ષના કિશોર સાથે પ્રેમ થઇ ગયો હતો અને આ પરણિત મહિલા તે કિશોરને ભગાડીને લઇ ગઇ હતી. લગભગ છ દિવસ અગાઉ આ પ્રેમી પંખીડાને એ ડિવિઝન પોલિસે તાપીના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલિસે કિશોરના નિવેદનના આધારે પરણિતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


ઘટનાની વિગત તપાસીએ તો, 15 વર્ષીય કિશોર તેના જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ કિશોર ન મળતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કિશોર બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નીકળ્યો હતો અને તે કોઇ યુવતિ સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષીય યુવતીએ તેના પિતાને ફોન કરતાં તેની સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી.

પરિવારજનોને ફોન પર વાતચીત ચાલુ રાખવાનું એ-ડિવિઝન પોલીસે જણાવ્યુ હતુ અને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસની એક ટીમે તાપીના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધાં હતાં. તે બાદ તેમને મહેસાણા લાવવામાં આવ્યા અને બાદમાં પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. કિશોરને ભગાડી જનારી યુવતી 23 વર્ષની મહિલા પરણિત હોવાનું અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

25 જાન્યુઆરીએ કિશોરનો જન્મદિવસ હોવાથી તે તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને પાછો આવવાનુ કહી 10 હજાર રૂપિયા રોકડા અને 6 જોડી કપડાં લઈને ગુમ થયો હતો. વડોદરામાં તેણે 50 હજારમાં એક દુકાન પર એક માસ માટે દોરો ગીરવી મૂક્યો હતો તેવું કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું. 25 જાન્યુઆરીએ તે અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા અને બાદમાં ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. જયાંથી પોલિસે તે બંનેને પકડી પાડ્યા હતા.

Shah Jina