14 વર્ષ પહેલા છુટા પડી ગયેલા મા દીકરી મળ્યા, ફેસબુકની એક પોસ્ટ વાંચીને તમારી આંખો પણ ભીની થઇ જશે

આપણે ઘણી ફિલ્મોના અને હકીકતના જીવનમાં પણ કેટલાક લોકોના ખોવાઈ જવાની અને વર્ષો પછી પાછા મળવાની ઘણી ઘટનાઓ જોઈ હશે. પરંતુ જયારે એક માતા માટે તેનું બાળક નાનપણમાં જ ખોવાઈ જાય તો માતાની હાલત કેવી થાય ? હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં 14 વર્ષ પહેલા ખોવાયેલી દીકરી તેની માતાને મળી છે. જેની કહાની સાંભળી અને તમારી આંખો પણ ભીની થઇ જશે.

ફેસબુકમાં થયેલી એક પોસ્ટના કારણે એક દીકરી તેની માતાને 14 વર્ષ બાદ મળી. આ ઘટના બની છે અમેરિકા-મેક્સિકો બોર્ડર પાસે. એન્જલિકા વેન્સેસ-સાલગોડા નામની એક મહિલાએ 2 સપ્ટેમ્બરના રોજ પોલીસને જણાવ્યું હતું કે એક છોકરીએ મને ફોન કરીને જણાવ્યું કે તે તેની દીકરી છે. તે છોકરીએ તેનું નામ જેકલીન હર્નાન્ડેઝ જણાવ્યું હતું.

પોલીસે જયારે આ બાબતે તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે આ છોકરી હકીકતમાં તેમની દીકરી છે. ઘટના એવી હતી કે એંજલીકાની દીકરીને વર્ષ 2007માં કિડનેપ કરી લેવામાં આવી હતી. તે સમયે તેની દીકરીની ઉંમર 6 વર્ષ હતી. અને હવે તે 20 વર્ષની થઇ ચુકી છે. પોલીસે 10 સપ્ટેમ્બરના રોજ તે મહિલાને ફોન કરીને જણાવ્યું કે તે છોકરી સાચું કહી રહી છે.

સોશિયલ મીડિયા ઉપર આ માં દીકરીની પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેને વાંચીને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે. એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ ઘટના ઉપર તો ફિલ્મ બનાવી જોઈએ.” તો અન્ય એક યુઝર્સ દ્વારા કેહવામાં આવ્યું છે કે, “મેં મારા જીવનમાં આવી ઘટના ક્યારેય નથી જોઈ.”

Niraj Patel