આ તે કેવી મા ? જે પોતાના બાળકને ઢોર માર મારતી અને તેના વીડિયો પણ મોબાઈલમાં કેદ કરતી, વીડિયો વાયરલ થયા બાદ સામે આવી હકીકત

ઢોર માર મારીને પોતાના દોઢ વર્ષના બાળકને લોહીલુહાણ કરી દેનારી માતાની હકીકત

દરેક સ્ત્રી માટે તેનું સંતાન સર્વોપરી છે. કેટલીય મા એવી પણ હોય છે જે પોતાના બાળક માટે પોતાનો જીવ પણ ત્યાગી દેવા માટે તૈયાર થતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવી માતાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. આ માતા તેના બંને બાળકોને ઢોર માર મારતી અને તેના વીડિયો પણ મોબાઈલમાં ઉતારતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ થઇ રહેલા આ વીડિયો આંધ્ર પ્રદેશના વલ્લભીપુરના છે. જેમાં મહિલા તેના 18 મહિનાના બાળકને બેરહેમીથી મારતી જોવા મળી રહી છે અને પોતે જ તેના વીડિયો પણ બનાવી રહી છે. સોશિયલ મીડિયામાં આ મહિલાના વીડિયો વાયરલ થયા બાદ મહિલાની વિરુદ્ધ લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે.

આ મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા, લગ્ન બાદ તેને બે બાળકો પણ હતા, પરંતુ ત્યારબાદ પતિ સાથે અવાર નવાર ઝઘડો થવાના કારણે મહિલા તેના પિયરમાં રહેતી. આ મહિલાનું નામ તુલસી છે. તેને તેના 18 મહિનાના બાળકને એટલી બેરહેમીથી માર્યો કે તેના નાક અને મોઢામાંથી પણ લોહી વહેવા લાગે છે. તુલસી અવાર નવાર તેના બાળકોને મારતી હતી અને તેના વીડિયો પણ મોબાઈલમાં બનાવતી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર 30 ઓગસ્ટના રોજ મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તામિલનાડુ પોલીસે ચિત્તૂરના રામપલ્લી વિસ્તારમાંથી મહિલાની ધરપકડ કરી. જો કે આ મહિલા તેના બાળકોને શા કારણે મારતી હતી તે જવાબની હજુ સ્પષ્ટતા નથી થઇ શકી. પોલીસ આ મામલામાં હવે તપાસ કરી રહી છે.

Niraj Patel