ઘરે પરણીને આવેલી નવી-નવેલી દુલ્હનનું સાસુએ કર્યું અનોખું સ્વાગત, જોઈને લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા, જુઓ વીડિયો

સાસુ વહુ વચ્ચેના ઝઘડાઓ હંમેશા સામે આવતા રહે છે, તો ઘણીવાર સાસુ વહુ વચ્ચેનો પ્રેમ પણ સામે આવતો જોવા મળે છે. ઘણીવાર સાસુ પોતાની વહુને દીકરીને જેમ માને છે તો વહુ પણ પોતાના સાસુને માતાની જેમ પ્રેમ આપે છે ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

રાજસ્થાનના ઝુંઝુનુમાં સાસુએ પોતાની વહુ સામે આવો જ દાખલો બેસાડ્યો છે. જેના વખાણ સર્વત્ર થઈ રહ્યા છે. ઝુંઝુનુના મંડ્રેલા પાસેના મહાતી કી ધાનીમાં એક સાસુએ તેની પુત્રવધૂના મોઢું જોવાના રિવાજ સમયે તેને સિક્કાથી તોલી. આ જોઈને ત્યાં હાજર તમામ સંબંધીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રાજવામાં રાખવામાં આવેલા સિક્કાનું વજન લગભગ 60 કિલો હતું. તેમાં રાખેલા સિક્કા પુત્રવધૂને શુકન તરીકે આપવામાં આવ્યા હતા. આ અનોખા નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

સાસુ કવિતાએ કહ્યું કે “આટલી પ્રગતિ પછી પણ સમાજમાં વહુઓની વિચારસરણીમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી. હું માનું છું કે દીકરી ઘરની શક્તિ છે અને વહુ ઘરની લક્ષ્મી છે. આ બંને વિના ઘરમાં સુખ અસંભવ છે. એટલા માટે અમારા આખા પરિવારે આ અલગ પહેલ કરી.” આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વહુ પૂનમ કહે છે કે “આટલું સન્માન મેળવીને તે ખૂબ જ ખુશ છે, પૈસાથી તેને કોઈ ફરક નથી પડતો.” પૂનમે જણાવ્યું કે “જ્યારે સિક્કાઓનું વજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આખો પરિવાર તેની પાસે ઉભો હતો. તે જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી. તેના સાસરે આવ્યા બાદ તે ખૂબ જ સારું અનુભવી રહી છે. હવે તેનો પ્રયાસ આખા પરિવારને જોડવાનો રહેશે.”

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

સાસુ કવિતાએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેઓ પુત્રવધૂને એવું સરપ્રાઈઝ આપે, જે તેમને જીવનભર યાદ રહે. આ માટે વિચાર આવ્યો કે વહુને દીકરી બનાવીને તેને લક્ષ્મીના રૂપમાં લાવી છે. આવી સ્થિતિમાં સિક્કાનું વજન કરવાની યોજના બનાવવામાં આવી હતી. શનિવારે પૂનમ ઘરે આવી ત્યારે તેણે સિક્કાનું વજન કર્યું. આ સિક્કાઓનું વજન લગભગ 60 કિલો હતું. આ લગભગ 21 હજારના સિક્કા હતા જે પુત્રવધૂને રૂબરૂ આપવામાં આવ્યા હતા.

Niraj Patel