સાસુ નવી નવેલી વહુને શીખવાડી રહી હતી રોટલી, વહુએ કર્યુ એવું કામ કે સાસુએ પકડી લીધું પોતાનું માથું, જુઓ ફની વીડિયો

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે. જેમાના ઘણા વીડિયો ફની હોય છે. જ્યારે અમુક વીડિયો તો એવા વિચિત્ર હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની હાય છે. એવો જ એક સાસુ- વહુનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ તમારું હસવાનું રોકી નહીં શકો.

ભારતમાં સાસુ વહુનો સબંધ ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ સંબંધમાં જેટલો પ્રેમ જોવા મળે છે તેટલો જ નાનો મોટો ઝઘડો પણ જોવા મળે છે. એવામાં મોટાભાગે સાસુ વહુના ફની કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે, જેમાના અમુક વીડિયોમાં સાસુ વહુનો પ્રેમ તો અમુક વીડિયોમાં ખાટી મીઠી તકરાર પણ જોવા મળે છે. એવો જ એક સાસુ વહુનો ફની વિડીયો સામે આવ્યો છે જેમાં એક દેશી સાસુને પોતાની એન્જીનીયર વહુ પાસે રોટલી બનાવવી ભારે પડી ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે સાસુ-વહુ બંને રસોડામાં ઊભા છે. સાસુ પોતાની નવી નવેલી વહુને રોટલી બનાવતા અને શેકવા માટે શીખવાડી રહી છે.સાસુ એકદમ દેશી અંદાજમાં રોટલી બનાવવાના એક પછી સેક સ્ટેપ જણાવે છે.જ્યારે રોટલી સેકવાનો વારો આવે છે ત્યારે વહુ વેલણની મદદથી રોટલી શેકે છે તો સાસુ કહે છે કે,”આવી રીતે કોણ રોટલી શેકતું હશે, હાથથી શેકો”. જેના પછી વહુ હાથ વડે રોટલી શેકે છે.

જ્યારે સાસુ વહુને રોટલી પલટાવાનું કહે છે ત્યારે વહુ રોટલીને સીધી જ ચૂલાની આગ પર રાખી દે છે. જેને જોઈને સાસુ પોતાનું માથું પકડી લે છે અને વહુને કહે છે કે,”હે ભગવાન શું થશે આ છોકરીનું!” સાસુ વહુનો આ ફની વિડીયો perfectly_arranged નામના ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં અનેક વાર જોવામાં આવી ચુક્યો છે અને લાખો લાઇક્સ પણ મળી ચુકી છે. લોકો વીડિયોને જોઈને ખુબ ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Krishna Patel