7 કરોડની લ્હાયમાં નવી નવી પરણી આવેલી વહુની સાસુએ કરી દીધી હત્યા, પહેલા ટાંકીમાં નાખી અને પછી મોટર કરી દીધી ચાલુ…

અમદાવાદની ભાગોળે કણભામાં હત્યા: 7 કરોડના ચક્કરમાં 6 મહિના પહેલા જ પરણીને આવેલી પુત્રવધુની સાસુએ હત્યા કરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણી હત્યાની ચકચારી ખબરો સામે આવતી રહે છે, ત્યારે અમદાવાદના કણભામાંથી હાલમાં જ થોડા દિવસ પહેલાં એક પરિણીતાની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી અને આ મામલે હવે પોલિસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પહેલા તો પરિણીતા ટાંકીમાં પડી ગઈ અને કરંટ લાગતાં મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવાઇ રહ્યુ હતુ, પણ તપાસ દરમિયાન રૂંવાડાં ઊભાં કરી દે એવી હકિકત સામે આવી. આ કોઇ અકસ્માત નહોતો, પરંતુ સાસુએ જ વહુની હત્યા કરી હતી.

દીકરાને દહેજમાં સાત વીઘા જમીન મળે કે જેની અંદાજિત કિંમત 7 કરોડ થાય છે એ માટે વહુની હત્યા કરી બીજી યુવતી સાથે લગ્ન કરાવે તો આ બધું ગોઠવાઈ જાય એ માટે થઇને આખું રેકેટ સાસુએ રચ્યું. અમદાવાદ જિલ્લા પોલીસે આ મામલાનો પર્દાફાશ મહત્ત્વની કડી જોડી કર્યો. જણાવી દઇએ કે, 28 ઓક્ટોબરે બપોરે કુહા ગામ પાસે આવેલ ભુલાવતની સીમમાં રહેતા કિશનભાઇના પરિવારમાં પાણીની ટાંકી પાસે પત્નીની લાશ મળી આવી.

લગભગ 6 મહિના પહેલા જ કિશનના લગ્ન મિત્તલ સાથે થયા હતા. જો કે, મિત્તલના મોત પર પરિવારજનો અને સાસરિયા તો એવું જ માનતા હતા કે આ અકસ્માત છે, પણ આ સમગ્ર મામલાની તપાસ કરનાર ડીવાયએસપીને શંકા ગઈ કે મિત્તલના લગ્ન પહેલાં કિશનના લગ્ન ભાવના સાથે થયા હતા, પણ કિશને ભાવનાને સમાજના નિયમ પ્રમાણે છૂટાછેડા આપી દીધા. આ વાત કિશનની માતાને ગમતી નહોતી.

ભાવના અને તેની બહેનના લગ્ન કિશન અને તેના ભાઈ સાથે નક્કી થયા હતા, પણ કિશને ભાવનાને છોડી દીધી એટલે દહેજમાં મળતી સાત વીઘા જમીન અને જે પણ સોનું મળ્યુ હતુ તે પાછુ આપવાની ફરજ પડી હતી. ત્યારે મિત્તલ જો રસ્તામાંથી હટી જાય અથવા કિશન મિત્તલને છોડી દે તો સાત વીઘા જમીન અને સોનું પરત મળી શકે અને કિશનની માતાની વાતમાં પણ કિશનની જૂની પત્ની અને મિત્તલ સાથેના સંબંધો વિશે થોડી જ શંકા ઊપજાવે એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું.

ત્યારે આ મામલે તપાસ થતા હકિકત બહાર આવી. કિશનની માતાની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે જ્યારે ઘટનાના દિવસે ઘર નજીક આવેલ પાણીની ટાંકી પાસે મિત્તલ ગઈ ત્યારે અચાનક તેના માથા પર સાસુએ ઇંટ મારી અને તેને કારણે તે ચક્કર ખાઇ વાંકી વળી ગઇ. તે જેવી જ વાંકી વળી કે તરત જ કિશનની માતાએ મિત્તલને ધક્કો માર્યો અને તે ટાંકીમાં પડી ગઈ. તે બાદ તેણે મિત્તલ પર સતત ઈંટોનો મારો કર્યો.

આ માર રોકવા માટે મિત્તલે પોતાના માથા પર હાથ પણ મૂક્યો હતો અને પીએમ રીપોર્ટમાં મિત્તલની આંગળી પર ફ્રેક્ચર હોવાનું પણ સામે આવ્યુ. કિશનની માતાએ મિત્તલને પાણીની ટાંકીમાં નાખી અને મોટર ચાલુ કરીને કરંટ આપ્યો. આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ ટીમે દિવસ-રાત મહેનત કરી ભેદ ઉકેલી નાખ્યો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina