40 વર્ષની સાસુ 27 વર્ષનાં જમાઈને અડધી રાત્રે ભગાડી ગઈ, સસરા ટલ્લી થઈને સુતા હતા ને…..

સાસુને 3 પુત્રી અને એક પુત્ર છે, જમાઈને 3 સંતાનો પણ છે. 40 વર્ષની સાસુ અને 27 વર્ષના જમાઈની ફિલ્મોને ટક્કર મારે એવી સ્ટોરી છે, વાંચો ફટાફટ

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, તે ના તો ઉંમર જુએ છે ના તો નાત-જાત-ધર્મ અને ના તો સરહદ. પરંતુ શું સાચે પ્રેમ એટલો આંધળો હોય છે કે સંબંધની મર્યાદા પણ ભૂલી જાય છે. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. રાજસ્થાનના સિરોહી જિલ્લાના અનાદરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં એક એવી અનોખી લવ સ્ટોરી જોવા મળી કે જેણે પણ તે સાંભળી કે જોઇ તે દંગ રહી ગયા. કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે માતાએ તેની દીકરીના સુહાગ પર નજર નાખી. સાસુ તેના 13 વર્ષ નાના જમાઈના પ્રેમમાં પડી અને તે તેની સાથે ફરાર પણ થઈ ગઇ.

સિયાકારા ગામમાં રહેતા રમેશે જણાવ્યું કે તેની પુત્રી કિસનાના લગ્ન નારાયણ જોગી સાથે થયા હતા. લગ્ન બાદ તેમની દીકરી અને જમાઈ આવતા-જતા રહેતા હતા. તેઓ જાણતા ન હતા કે ઘરમાં આવું કંઈક થઈ રહ્યું છે. જમાઈ નારાયણ જોગી 30મી ડિસેમ્બરે સાસરે આવ્યા તે દરમિયાન સસરા રમેશે તેની સાથે દારૂની મહેફિલ જમાવી. જમાઇએ સસરાને ખૂબ દારૂ પીવડાવ્યો. જે બાદ સસરા દારૂ પીને સૂઈ ગયા ત્યારે આનો ફાયદો ઉઠાવીને જમાઈ સાસુ સાથે ફરાર થઈ ગયો.

રમેશે તેમના રીપોર્ટમાં લખાવ્યુ કે, સાંજે 4 વાગ્યે જ્યારે તે જાગ્યા ત્યારે તેમણે જોયું તો પત્ની અને જમાઈ નારાયણ ત્યાં નહોતા. આ અંગે તેમણે તેની પત્નીની ઘણી શોધખોળ કરી. ત્યારે ખબર પડી કે જમાઈ તેની સાસુને લલચાવીને ભાગી ગયો હતો. તે સમયે પુત્રી તેના સાસરે હતી. પુત્રીને જાણ કર્યા બાદ રમેશ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્યારે

નવાઈની વાત તો એ છે કે સાસુને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ચારેય બાળકો પરિણીત છે. આટલું જ નહીં જમાઈને ત્રણ સંતાનો પણ છે. જ્યારે જમાઈ ભાગી ગયો ત્યારે તે તેની એક પુત્રીને પોતાની સાથે લઈ ગયો. પોલીસ સમગ્ર મામલાની હાલ તપાસ કરી રહી છે. 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈ સાથે ફરાર થઇ ગઇ હતી..

Shah Jina