સાસુએ વહુ અને 2 મહિનાના માસુમ પૌત્રને જીવતા જ સળગાવી દીધા, પતિ શોભાના ગાંઠિયાની જેમ તમાસો જોતો રહ્યો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

નરાધમ સાસુએ વહુ અને દીકરાને સળગાવ્યા, પુત્રવધુનું તરફાર્યા મારી મારીને થયું મોત, પ્રેમ લગ્ન કરનારનું ભયાનક અંજામ

દેશભરમાં હત્યાના ઘણા મામલો સામે આવી રહ્યા છે, ઘણીવાર હત્યાની એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. કેટલીક તો પરિવારમાં આંતિરક મતભેદના કારણે પણ હત્યા થઇ જતી હોય છે, તો ક્યારેક હત્યા માટે પ્રેમ લગ્ન પણ કારણભૂત બનતા હોય છે. હાલ એવો જ એક ચકચારી ભરેલો મામલો સામે આવ્યો છે, જેમાં એક સાસુએ પોતાની પુત્રવધુ અને 2 મહિના માસુમ પૌત્રને જીવતા સળગાવી દીધા.

આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી. જ્યાં એક સાસુએ તેની પૌત્રવધુ અને પૌત્રને જીવતા જ સળગાવવાનો પ્રયત્ન કર્યો.  બે વર્ષ પહેલા વાસુ માટે 25 વર્ષની કરિશ્મા તેના પરિવાર સાથે લડી હતી, તેમની વિરુદ્ધ થઈ ગઈ હતી, તેને કદાચ ખબર પણ ન હતી કે તેના પ્રેમ લગ્ન વર્ષમાં આવો કરું અંજામ આવશે. સાસુએ તેના પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેની સાથે લગ્ન કરીને તે ઘરની ચાર દીવાલમાંથી બહાર આવી હતી, તે તેને અને તેના બે મહિનાના માસૂમ પુત્રને સળગતા જોઈ રહ્યો હતો.

શુક્રવારે બપોરે 24 કલાકની યાતના બાદ કરિશ્માનું મોત થયું હતું. મોત પહેલા તેના છેલ્લા શબ્દો હતા કે તે છેતરાઈ ગઈ છે.. છેલ્લી વખત તેણે સાસુએ આગ લગાડવાની વાત કરી હતી. છેલ્લા 24 કલાકથી તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે પુત્ર માટે જીવવા માંગતી હતી, પરંતુ કદાચ મોત તેના નસીબમાં લખાયેલ હતી. શહેરના સેવા નગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય કરિશ્માને બે વર્ષ પહેલા મુરારના સત્યનારાયણ સંતરમાં રહેતા વાસુ શિવહરે સાથે પ્રેમ થયો હતો. બંને એક કાર્યક્રમમાં મળ્યા હતા.

આ અજાણ્યા મિલન માટે લગભગ 3 મહિનાના પ્રેમ બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ બંનેના પરિવારજનો તૈયાર નહોતા. જેના પર તેણે બે વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. સાસરિયાઓની નારાજગીને કારણે કરિશ્મા તેના પતિ સાથે સાસરિયાના ઘર પાસે રહેતી હતી. બે મહિના પહેલા તેણે પુત્રને જન્મ આપ્યો હતો. તેણીએ વિચાર્યું હતું કે ઘરના  દિપકને જન્મ આપ્યા પછી, બધા તેનો સ્વીકાર કરશે, પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

વાસુએ ઘરે પૈસા આપવાનું બંધ કરી દીધું. તે પોતાના પુત્રની યોગ્ય રીતે સંભાળ પણ રાખતો નહોતો. એક દિવસ અગાઉ ગુરુવારે તેની સાસુ નજની શિવહરે પાસે તેના પુત્રના ભરણપોષણ માટે પૈસા માંગવા આવી હતી. જ્યારે તેણીએ ખર્ચ માટે પૈસા માંગ્યા તો સાસુ ગુસ્સે થઈ ગયા. થોડીક દલીલબાજી બાદ સાસુએ કરિશ્મા અને તેના પૌત્રની ઉપર પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. જેમાં તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત કરિશ્માએ શુક્રવારે બપોરે દમ તોડી દીધો હતો.

કરિશ્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે તેમના જ એક સંબંધીએ બનાવ્યો હતો. જેમાં તેણે પૂછ્યું કે આગ કોણે લગાવી તો તે કહે છે કે સાસુએ કર્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે વાસુ (પતિ) ક્યાં છે તેણીએ કહ્યું – તે ત્યાં ઉભો હતો. પછી તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘટના પછી તે જીવતી હતી ત્યાં સુધી તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેણે જીવનમાં છેતરાયા હોવાની પણ વાત કરી હતી. આ તેના છેલ્લા શબ્દો હતા.

મુરાર પોલીસ સ્ટેશનના ટીઆઈ શૈલેન્દ્ર ભાર્ગવે જણાવ્યું કે આગમાં દાઝી ગયેલી મહિલાનું મોત થઈ ગયું છે. તેણીના નિવેદનના આધારે સાસુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે હત્યામાં ફેરવાઈ રહ્યો છે. સાસુની ધરપકડ કરવામાં આવી હતી જેને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Niraj Patel