શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ, આ વખતે પ્રેમીએ નહિ પરંતુ પત્નીએ પતિ અને સાસુની બેરહેમીથી હત્યા કર્યા બાદ લાશના ટુકડા ફ્રિજમાં રાખ્યા અને પછી….

ક્રૂર પત્નીએ પતિ અને સાસુની કરી નાખી હત્યા, લાશના ટુકડા કરીને મૂકી દીધા ફ્રિજમાં, પછી એવી રીતે કર્યો હતો નિકાલ કે…

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક મામલાઓ તો રૂંવાડા ઉભા કરી દેનારા છે, શ્રદ્ધા હત્યાકાંડ અને નીક્કી યાદવ હત્યાકાંડ સાંભળીને લોકો પણ હચમચી ગયા હતા. જેમાં પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી હતી. ત્યારે હવે એક એવો મામલો સામે આવ્યો છે જેને લોકોના હોશ ઉડાવી નાખ્યા છે. જેમાં પત્નીએ જ પોતાના સાસુ અને પતિની હત્યા કરીને લાશના ટુકડા ફ્રિજમાં રાખી દીધા હતા.

આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આસામમાંથી. જ્યાં એક મહિલાએ કથિત રીતે તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને તેના પતિ અને સાસુની હત્યા કરી, પછી મૃતદેહોના ટુકડા કરી, ફ્રિજમાં રાખી દીધા અને થોડા સમય બાદ પોલીથીનમાં ભરી મેઘાલય લઈ ગઈ અને ત્યાં એક ઊંડી ખીણમાં ફેંકી દીધા.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે હત્યા ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થઈ હતી અને રવિવારે મેઘાલયમાંથી મહિલાની સાસુના શરીરના અમુક ભાગો જ મળી શક્યા હતા. ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બારહે પીટીઆઈને જણાવ્યું, “આ હત્યાઓ લગભગ સાત મહિના પહેલા કરવામાં આવી હતી. અમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.”

જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) દિગંત કુમાર ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પત્નીએ સપ્ટેમ્બરમાં તેના પતિ અને સાસુ વિરુદ્ધ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પતિ અને સાસુની ઓળખ અમરેન્દ્ર ડે અને શંકરી ડે તરીકે થઈ છે. થોડા સમય પછી અમરેન્દ્રના પિતરાઈ દ્વારા બીજી ગુમ ફરિયાદ નોંધાવવામાં આવી, જેનાથી પત્ની પર શંકા થઈ”

પોલીસના જણાવ્યા અનુસાર આ બંને હત્યા ગુવાહાટીના ચાંદમારી અને નારેંગી વિસ્તારમાં બે અલગ-અલગ મકાનોમાં થઈ હતી. ચૌધરીએ વિગતો શેર કર્યા વિના દાવો કર્યો કે આ હત્યાઓ કથિત રીતે અમરેન્દ્રની પત્ની, તેના પ્રેમી અને અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. શંકા છે કે તે તેનો બાળપણનો મિત્ર છે.

ચૌધરીએ કહ્યું, “હત્યા પછી, તેઓએ મૃતદેહોના નાના ટુકડા કર્યા, બેગમાં પેક કર્યા અને મેઘાલય લઈ ગયા. ત્યાં તેઓએ ટુકડાઓ ટેકરીઓ નીચે ફેંકી દીધા.” ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસએ પણ જણાવ્યું હતું કે, “અમે મૃતદેહોને શોધી કાઢ્યા હતા અને ગઈકાલે મેઘાલયમાંથી કેટલાક ભાગો મળ્યા હતા. બંને મૃતકોના શરીરના તમામ અંગો શોધવા માટે અમારું ઓપરેશન ચાલુ છે.

Niraj Patel