સાસુએ વહુને ભરબજાર વચ્ચે માર માર્યો, પતિએ વાળ ખેંચીને ધસેડી, કહ્યું- “નોનવેજ ખાનારી અમારા ઘરમાં ના જોઈએ.” વીડિયો થયો વાયરલ

દેશભરમાં મહિલાઓ સાથે અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવી રહે છે, જેમાં સાસરિયા દ્વારા મહિલાઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ઘણીવાર મહિલાઓને એ હદ સુધી હેરાન કરવામાં આવે છે કે તે આપઘાત જેવા પણ પગલાં ભરી લેતી હોય છે. તો ઘણી મહિલાઓને દહેજના કારણે પણ પ્રતાડિત કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સાસુ અને પતિ વહુને ભર બજારમાં માર મારતા જોવા મળી રહ્યા છે.

પરણિત મહિલા સાથે આ મારપીટની ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી સામે આવી છે. આ હુમલો બીજા કોઈએ નહીં પણ મહિલાના સાસુ, સસરા અને પતિએ કર્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સાસુ વહુને માર મારી રહી છે. વીડિયોમાં સાસુ પુત્રવધૂને લાકડીથી મારતી જોવા મળી રહી છે અને પતિ વાળ પકડતો જોવા મળી રહ્યો છે.

મહિલાનું કહેવું છે કે તે બિહારની રહેવાસી છે. આ બાબતે તેના સાસરિયાઓએ તેને માર માર્યો હતો. એવું કહેવાય છે કે તે નોન-વેજ ખાય છે, જેના કારણે તેને ઘરમાં ના રાખી શકીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો ચુરુ જિલ્લાના સરદાર શહેરનો છે. પોલીસને આપેલા રિપોર્ટમાં 23 વર્ષીય પીડિતા પ્રીતિએ જણાવ્યું કે તેના લગ્ન નવેમ્બર 2020માં દિનેશ સાથે થયા હતા. થોડા મહિનાઓ સુધી બધું બરાબર હતું અને તે તેના સાસરિયાના ઘરે રહી. આ પછી પરિવારના સભ્યો તેને હેરાન કરવા લાગ્યા.

આખરે કંટાળીને પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા. આ દરમિયાન તેની સાસુ ભગવતી દેવીએ તેના પતિને ઉશ્કેર્યો અને તેને અલગ કરી દીધો. ગુરુવારે તે આ જ બાબતે સસરા હંસરાજની દુકાને ગઈ હતી. આ દરમિયાન ત્રણેય મળીને તેની સાથે મારપીટ કરી હતી. સાસુએ તેને લાકડી વડે માર માર્યો અને પતિ તેના વાળ પકડીને ખેંચી ગયો. મહિલાનો આરોપ છે કે તેના સાસરિયાઓએ તેના પર તેલ નાખીને જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. ઘાયલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

હાલ મહિલા શહેરની જ સરકારી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. જ્યારે મહિલાનું કહેવું છે કે તે પહેલા પણ ઘણી વખત પોલીસ સ્ટેશન જઈ ચુકી છે, ત્યારબાદ પણ સુનાવણી થઈ રહી નથી. જો પોલીસ સ્ટેશનમાં કોઈ સુનાવણી નહીં થાય તો મહિલાએ આઘાતની ધમકી પણ આપી હતી. બીજી તરફ મહિલાના સસરાએ પુત્રવધૂ પર બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. તે કહે છે કે તેણી અમારી પાસે રૂપિયા માંગતી હતી. ત્યારે પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel