અજબગજબ જાણવા જેવું નારી વિશે પ્રેરણાત્મક

દેહ વિક્રય કરનારી આ મહિલાની દીકરીને ખરેખર સલામ છે, કહ્યું “મારા નાનાએ જ વેચી હતી મારી મમ્મીને…. ” કહાની સાંભળીને આંખો ભીની થઇ જશે

વેશ્યાની દીકરીએ જણાવી ધ્રુજાવી દેતી આપવીતી, રાત્રે મારા મમ્મી મરજીથી બીજા મર્દ જોડે સોદો કરે છે, પણ

આપણા દેશની અંદર ઘણા લોકોની કહાનીઓ એવી હોય છે જે સાંભળીને આંખોમાં પણ આંસુઓ આવી જાય, એક તરફ સમાજ એવા લોકોનો તિરસ્કાર કરતો હોય, ખરાબ નજરે જોતો હોય અને તેમના સંતાનો એક અલગ દિશામાં જઈને એક આગવું નામ પણ બનાવતા હોય છે, એવી જ એક કહાની છે જયશ્રીની. જે એક દેહ વિક્રય કરનારી મહિલાની દીકરી છે. તેનો સાહસ ખરેખર સલામીને લાયક છે.

જયશ્રીએ જણાવ્યું કે તે જયારે 9 વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેની સાથે ભણાનારા બાળકો તેને કહેતા હતા કે તેની માતાને તેમને આજે આ જગ્યાએ ઉભેલી જોઈ, ત્યારે મારા મનમાં ઘણા સવાલ આવ્યા, કે ધંધો કરવા વાળી મહિલાઓ જ આવી રીતે ગ્રાહકની રાહ જોઈને ઉભી હોય છે તો શું મારી માતા પણ દેહ વિક્રય કરવા વાળી મહિલા હશે ? પરંતુ થોડા સમય બાદ જ તેને હકીકત માલુમ થઇ અને જાણવા મળ્યું કે તે એક દેહ વિક્રય કરનારી મહિલાની દીકરી છે.

જયારે માતા વિશેની અસલ ઓળખ મળી ત્યારે જયશ્રીને ડર લાગવા લાગ્યો. જો તેના બધા મિત્રોને ખબર પડી ગઈ તો ? તેના પિતાની મોતના દિવસે જ તેની માતા બીજા પિતાને ઘરે લઇ આવી. તેમના બીજા લગ્નએ જયશ્રીનું બાળપણ અને માસુમિયત પણ છીનવી લીધી. તેના નવા પિતા તેને મારતા હતા અને તેના સાવકા ભાઈએ તેનો બળાત્કાર કર્યો. તેની માતા પણ ચુપચાપ ઉભી ઉભી બધું જ જોતી હતી. જેના કારણે માતા ઉપરથી પણ તેનું મન ઉઠી ગયું.

પ્રતિકાત્મક તસવીર

જયશ્રીએ જણાવ્યું કે એકવાર મેં તેને પૂછ્યું, “મમ્મી, તમે બીજું કામ કેમ ન કર્યું?” તેની માતાએ કહ્યું, “જ્યારે પણ તેને નવું કામ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના સહકર્મીઓ તેને ગંદી નજરથી જોવા લાગય. તેના શરીરને સ્પર્શવા માટે ઘણા પુરુષો હાથ ફેરવવા લાગ્યા.” બીજી એક બાબત એ હતી કે માતાને આ કામો માટે પૂરતા પૈસા મળતા ન હતા, જેથી તે આખા કુટુંબનું ગુજરાન ચલાવી શકતી નહોતી. અંતે, તે પછી ફરી  અને તેજ બદનામ ગલીઓમાં ગઈ. અહીં તેને વધુ સુરક્ષિત અનુભવી. તે જાણતી હતી કે અહીં તેની ઓળખ છુપાવવાની જરૂર નથી.

તે એક ક્રાંતિ નામની સંસ્થાના સંપર્કમાં આવી અને તેના કાઉન્સિલરે તેને પૂછ્યું કે, “શું તેને તેની માતા સાથે વાત કરી છે ?” વર્ષોની નફરત અને મૌન તોડીને તેને હિંમત કરી તેની માતા સાથે વાત કરી તો ખુબ જ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેની માતાએ જણાવ્યું કે માત્ર 13 વર્ષની ઉંમરમાં તેના પિતાએ તેને પહેલીવાર વેચી હતી. ત્યારથી તે વારંવાર વેચાઈ રહી છે. લગ્ન બાદ પણ માતાનું વેચાવવાનું ચાલુ જ રહ્યું. અંતર ફક્ત એટલું હતું કે લગ્ન પહેલા તેની કમાણીથી ભાઈ બહેનનું પાલન પોષણ થતું હતું અને લગ્ન બાદ તેના બે દીકરા અને દીકરીનું.

જયશ્રી જયારે તેની માતાને મળી અને તેમને સમજી તેના બાદ તેની માતા સાથે પણ મિત્રતા થઇ ગઈ હતી. ક્રાંતિ નામની સંસ્થા સાથે જોડાયા બાદ તેને પણ સ્કોલરશીપ મળી અને આજે તે એક નામી યુનિવર્સીટીમાં ભણી રહી છે. તેના મિત્રો દ્વારા પણ તેને ખુબ જ સાથ અને સહકાર મળ્યો હતો જેના કારણે જયશ્રી આજે આ મુકામ ઉપર પહોંચી છે.

પ્રતિકાત્મક તસવીર

જયશ્રી જણાવે છે કે, “ક્રાંતિમાં જોડાયા પછી મેં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. કાઉન્સેલિંગમાં ઘણો સમય આપ્યા બાદ હું બાળપણની હતાશામાંથી બહાર આવી શકી હતી. પણ જ્યારે મિત્રોને મારી વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે આવું કંઈ બન્યું નહીં. તેના પ્રત્યેની તેની પ્રતિક્રિયા મારા માટે આઘાતજનક હતી. મારા બધા મિત્રોની વિચારસરણી મારા પ્રત્યે સકારાત્મક રહી છે.”

તે જણાવે છે કે, “હું જાણું છું કે કેટલીકવાર તે ફક્ત મને આરામદાયક અનુભવવા માટે મારા દુઃખોનો અફસોસ પણ નથી કરતા. તે માટે ઘણી હિંમતની જરૂર છે. હા, આજે પણ એક વિશાળ માનસિકતા છે જે દેહ વિક્રયને પ્રોફેશનલ નથી માનતી. મને આવા લોકો માટે અફસોસ થાય છે, તેમની નાનકડી વિચારસરણી માટે મને અફસોસ થાય છે.