હે ભગવાન! બોયફ્રેન્ડ સાથે દીકરી ભાર્ગવીને જોઇ તો માતાને આવ્યો ગુસ્સો, સાડીથી ગળુ દબાવી કરી દીધી હત્યા

આ ખૂબસુરત છોકરીને તેની માતાએ જ આપ્યુ મોત, ઘરમાં BF સાથે દીકરીને જોતા જ માતાને આવ્યો ગુસ્સો અને પછી…

હૈદરાબાદમાં એક માતાએ તેની 19 વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસે બુધવારે માહિતી આપી હતી કે માતાએ પુત્રીને તેના બોયફ્રેન્ડ સાથે જોઈ હતી. આવી સ્થિતિમાં માતાએ ગુસ્સામાં આવીને પુત્રીની હત્યા કરી નાખી. આ મામલો હૈદરાબાદના ઈબ્રાહિમપટનમનો છે. આરોપી માતાનું નામ જંગમ્મા અને તેની 19 વર્ષની પુત્રીનું નામ ભાર્ગવી છે.

પોલીસે માહિતી આપી હતી કે બુધવારે જંગમ્મા જમવા માટે ઘરે આવી ત્યારે તેણે ભાર્ગવીને તેના પ્રેમી સાથે જોઇ. ગુસ્સે ભરાયેલી માતાએ તેની પુત્રી ભાર્ગવીનું ગળું દબાવી હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે જંગમ્માએ ભાર્ગવીના બોયફ્રેન્ડને ઘરની બહાર મોકલીને ભાર્ગવીને માર માર્યો હતો અને બાદમાં સાડી વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી.

ઈબ્રાહિમપટનમના પોલીસ અધિકારીએ જણાવ્યું કે- મૃતકનો નાનો ભાઈ પ્રત્યક્ષદર્શી છે. તેણે જ તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે તેણે તેની માતાને બહેન પર બારીમાંથી હુમલો કરતા જોઇ હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી માતા તેની પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી, તેથી તે દુલ્હાની શોધ કરી રહી હતી.

Shah Jina