ખાડામાં પડેલા પોતાના બચ્ચાંને બચાવતા બચાવતા બેભાન થઇ ગઈ હાથણી, પછી આ રીતે બચાવ્યો તેનો જીવ, વીડિયો ભાવુક કરી દેશે

દરેક મા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતી હોય છે. સંતાનો ઉપર કોઈપણ જાતની આફત આવે, મા હંમેશા તે આફતોનો સામનો તેમના સંતાનો કરતા પહેલા કરે છે, સંતાનો ઉપર આવતી મુસિબતો પોતાની ઉપર લઇ લે છે, તો મુસબિતમાં પડેલા પોતાના સંતાનોને બહાર કાઢવા માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતી હોય છે, એ મા પછી મનુષ્યની હોય કે પ્રાણીની. દરેક મા પોતાના સંતાનોને પોતાના જીવથી વધારે ચાહતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ માતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક હાથણીએ પોતાના બચ્ચાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાવી દીધો હતો. આ વીડિયો એવો છે કે જોઈને કોઈની પણ આંખોમાં આંસુ આવી જાય. મામલો થાઈલેન્ડનો જણાવવામાં આવી રહ્યો છે.

જ્યાં નાખોન નાયક પ્રાંતમાં, એક હાથીનું બચ્ચું ખાડામાં પડી ગયું અને મદદ માટે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. માતાએ તેને બચાવવાની કોશિશ શરૂ કરી, પરંતુ તે થાકી ગઈ અને તે બેભાન થઈ ગઈ. રેસ્ક્યુ ટીમ સમયસર પહોંચી ગઈ હતી. તેણે હાથણીને ક્રેનમાંથી ઊંચકીને બાજુમાં લઈ લીધી અને CPR આપ્યું, જેનાથી તેનો જીવ બચી ગયો. આ સાથે જ તેમણે બચ્ચાને પણ ખાડામાંથી બહાર કાઢ્યું.

હવે આ વીડિયો ઈન્ટરનેટ પર મોટા પ્રમાણમાં જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ ક્લિપ જોઈને યુઝર્સ માતા અને બચ્ચાને બચાવનારાને રિયલ હીરો કહી રહ્યા છે. 14 જુલાઈના રોજ ટ્વિટર પર @CBSNews દ્વારા આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું, “થાઈલેન્ડમાં બુધવારે પશુચિકિત્સક અને નેશનલ પાર્કના સ્ટાફે સમયસર CPR આપીને મમ્મા હાથીને બચાવી. હાથીનું બાળક ખાડામાં પડી જતાં તેમાં ફસાઈ ગયું હતું. આ જોઈને માતા બેહોશ થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. રેસ્ક્યુ ટીમે બંનેને બચાવ્યા, ત્યારબાદ માતા અને બાળક બંને જાતે જ જંગલમાં પાછા ફર્યા.

Niraj Patel