અમદાવાદમાં માતા બની કુમાતા, પોતાના અનૈતિક સંબંધો છુપાવવા માટે પોતાની જ જણેલી દીકરી સાથે કર્યું આ ગંદુ કામ

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: પોતે કરેલા પાપ છુપાવવા માટે જણેલી દીકરીની હત્યા કરી લાશને પેક કરી ઘરે કચરો લેવા આવતી ગાડીમાં ..

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી આપણે જોઈ છે, આપણે એમ પણ માનીએ છીએ કે દુનિયાના બધા જ સંબંધોની અંદર એક માતા અને તેના સંતાન વચ્ચેનો સંબંધ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે આ સંબંધને પણ લાંછન લગાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી લાશને કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી દીધી હતી.

ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીની હત્યા કરી લાશને ફેંકનાર મહિલાની ધરપકડ કરી છે. 4 મહિના પહેલાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે કોચરબ વિસ્તારમાં આવેલા તમામ ઘરો, દવાખાના, હોસ્પિટલમાં ખાનગી રાહે ગર્ભવતી મહિલાઓની તપાસ કરી હતી અને અંતે ઉત્તરપ્રદેશની મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ફેબ્રુઆરી 2021માં કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જે મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોચરબ વિસ્તારમાં અલગ અલગ સીસીટીવી, ઘરો તેમજ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન જ પોલીસને મળેલી ખાનગી તપાસ ટર્મીયાન બાતમી મળતા ઉત્તર પ્રદેશની રહેવાસી શિવાની અજબસિંગ શ્રેવાસ્તવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસની અંદર મહિલાના ઘરમાંથી ગર્ભવતી હોવાના કાગળ પણ મળી આવ્યા હતા. પોલીસ પુછપરછમાં શિવાનીએ સમગ્ર હકીકત જણાવી હતી.

13 ફેબ્રુઆરીના રોજ પતિ નોકરીએ ગયો હતો. ત્યારે પ્રસૂતિની પીડા ઉપડી હતી અને પ્રસુતિ થતા તેને દીકરીનો જન્મ થયો હતો. દીકરી જન્મતા પતિ આ છોકરી અનૈતિક સંબંધોથી થઈ હોય રાખશે નહિ તેમ વિચારી બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. તેણે આખી રાત લાશને પ્લાસ્ટિકમાં પેક કરી બાથરૂમમાં મૂકી દીધી હતી. સવારે પતિ આવે તે પહેલાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવી હતી તેમાં ફેંકી દીધી હતી.

આરોપી શિવાનીના લગ્ન ચાર વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં લક્ષ્મીપુરમાં થયા હતા. તેનો પતિ અમદાવાદ સિક્યુરિટીમાં નોકરી કરતો હતો. શિવાનીને અનૈતિક સંબંધોથી ગર્ભ રહ્યો હતો. જે બાબતે પતિને જાણ થતાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો પણ થયો હતો. છ મહિના પહેલા જ શિવાની અમદાવાદ પતિ સાથે રહેવા આવી હતી.

Niraj Patel