અમદાવાદની મા- દીકરીની હત્યામાં સામે આવ્યો વધુ એક ખુલાસો, હત્યારાને જે શોખ હતા એ જાણીને તમારું લોહી પણ ઉકળી ઊઠશે, રોજ સવારે 9.30 પછી હોસ્પિટલમાં….

હોસ્પિટલમાં મા-દીકરીની હત્યા કરનારો મનસુખ નીકળ્યો ગે… મોજશોખ પાછળ ઉડાવ્યા રૂપિયા અને થઇ ગયું દેવું… પછી પૈસા માટે જ રચ્યા કાવતરા.. 3 મહિના પહેલા પણ એક મહિલાની…

હાલ અમદાવાદના મણિનગર પાસે આવેલા ભુલાભાઇ પાર્ક નજીક આવેલી કર્ણ હોસ્પિટલમાં થયેલી મા-દીકરીની હત્યાનો મુદ્દો મીડિયા અને સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે. આ માં દીકરીની હત્યા કરનારું બીજું કોઈ નહિ પરંતુ હોસ્પિટલમાં કામ કરનારો એક કર્મચારી મનસુખ હતો, મનસુખની પોલીસે ધરપકડ કરી લીધી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે આ દરમિયાન ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

આ મામલામાં સામે આવી રહ્યું છે કે હત્યારો મનસુખ મોજશોખનો આદિ હતો અને આમોજ શોખમાં જ તેને બેફામ રૂપિયા ઉડાવ્યા અને દેવામાં ડૂબી ગયો હતો. તે હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતો હતો. આ દરમિયાન તેને લૂંટનું પણ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. મનસુખે સારવાર માટે આવેલી યુવતીને પહેલા ક્રેટા માઇનનું ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ તેની માતાને પણ ઇન્જેક્શન આપીને મારી નાખી.

3 મહિના પહેલા પણ આ પ્રકારે જ એક મહિલાનો મૂર્તદેહ મળી આવ્યો હતો. જેના કારણે હાલ મનસુખ સામે જ શંકાની સોઈ પણ તણાઈ રહી છે.આ ઉપરાંત પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી મનસુખ ગે હતો અને એટલે જ તેને મોજશોખ પાછળ દેવું થઇ ગયું હતું. જેના કારણે મૃતક મહિલાના દાગીના હેઠવી લેવાના ઇરાદે હત્યા કરી હોઈ શકે છે. મહિલાના શરીર પરથી દાગીના પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના અંગે જોઈએ તો ગત બુધવારના રોજ 30 વર્ષીય મૃતક દીકરી ભારતી વાળા અને તેની માતા ચંપાબેન ભારતીના કાનની સારવાર કરાવવા માટે હોસ્પિટલમા આવ્યા હતા. યુવતીના લગ્ન છ વર્ષ આગાઉ થઇ ગયા હતા પરંતુ પતિ સાથે મનમેળ નહિ હોવાના કારણે તે હાલ તેના પિયરમાં રહેતી હતી. આ ઘટના અમદાવાદના મણિનગર પાસે આવેલા ભુલાભાઇ પાર્ક નજીક આવેલી કર્ણ હોસ્પિટલમાં બની હતી. પોલીસે સીસીટીવી ફુટેજમાં ભારતી અને તેની માતાને હોસ્પિટલમાં જતા પણ જોયા હતા.

Niraj Patel