બોલીવુડના આ સેલિબ્રિટીએ તેની મમ્મી સાથે બનાવી ડાન્સ રીલ, બોલ્ડ મમ્મીને જોઈને લોકોની આંખો પણ ફાટી પડી, જુઓ વીડિયો

“ઝૂમે જો પઠાન” ગીત પર મા દીકરાએ કર્યો જબરદસ્ત ડાન્સ, મમ્મીનો બોલ્ડ અંદાજ જોઈને ટ્રોલ કરવા લાગ્યા યુઝર્સ, જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતોરાત ફેમસ પણ થઇ જતા હોય છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાના ટેલેન્ટને પણ બતાવતા હોય છે અને પોતાના ડાન્સ વીડિયો પણ પોસ્ટ કરતા હોય છે. ત્યારે સામાન્ય માણસોની જેમ સેલેબ્સ પણ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને પોસ્ટ કરે છે.

આવા સેલેબ્સની રિલને પણ લાખો લોકો જોતા હોય છે. ત્યારે હાલ એવા જ એક બોલીવુડના સેલેબ્રીટીએ તેની મમ્મી સાથેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને તે ખુબ જ વાયરલ થઇ ગયો. આ મા-દીકરાએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “પઠાન” ફિલ્મના ટાઇટલ સોન્ગ “ઝૂમે જો પઠાન” પર પોતાનો ડાન્સ વીડિયો બનાવ્યો હતો.

વીડિયો અપલોડ કરનાર છોકરાનું નામ રિકી પટેલ છે. રિકી બાળ કલાકાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેની માતાનું નામ મિંકુ સિંહ દર્શાવવામાં આવ્યું છે. ફિટનેસ ફ્રીક મિંકુ ફેશન પ્રેમી છે અને મુસાફરીનો શોખીન છે. તાજેતરમાં, તેણે પઠાણ ફિલ્મના હિટ ગીત ‘ઝૂમ જો પઠાણ’ પર રિકી સાથે ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ricky Patel (@rickypatel642)

આ સિવાય આ માતા-પુત્રની જોડીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વધુ વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં તે ગોવાના બીચ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં તે બેબી, કમ ડાઉન ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કેટલાક વીડિયોમાં તે રોમેન્ટિક ડાયલોગ્સ પર લિપ સિંક કરતો પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ricky Patel (@rickypatel642)

મા-દીકરાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અપલોડ કર્યા છે, જેમાં બંને રોમેન્ટિક ગીતો પર એક્ટિંગ કરતા જોવા મળે છે. તેના વીડિયો પર યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકોએ માતા-પુત્રની જોડીને ટ્રોલ કરી છે તો કેટલાકે તેમની એક્ટિંગનું સમર્થન પણ કર્યું છે.

Niraj Patel