ખબર

“જેમની મા મરી જાય છે એ પણ જીવી લે છે….” 2 બાળકોની માતાએ સુસાઇટ નોટ લખીને ખોલ્યું રાઝ

મૃત્યુ પહેલાં માએ લખી એવી એવી વાત કે માસૂમ ભૂલકા બાળકો જ નહીં ગમે તેવા કઠણ દિલ માણસની આંખમાંથી પણ આવી જાય આંસુ

અવાર-નવાર સમાચારમાં આત્મહત્યાના સમાચાર આવતા રહે છે, ઘણી મહિલાઓ સાસરિયાના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લેતી હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના રતલામમાંથી સામે આવી છે જ્યાં એક 27 વર્ષીય બે બાળકોની માતાએ સાસરિયાના ત્રાસથી પંખે લટકાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના બાળકોને નામે એક સુસાઇટ નોટ પણ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે “જન્મ આપ્યા બાદ જેની મા મરી જાય છે તે પણ જીવે છે, તમે પણ જીવી લેશો !”.

મળતી માહિતી પ્રમાણે આ મહિલાના લગ્ન તિરુપતિ નગરમાં રહેતા રેલકર્મી સાથે થયા હતા. પ્લોટ માટે પોતાના પિયરમાંથી પૈસા ના લાવવાના કારણે તે સાસરી પક્ષથી પ્રતાડિત થતી હતી. આ મહિલા સાથે એ હદ સુધી બર્બરતા કરવામાં આવતી હતી કે તેને તેના પતિથી અલગ સ્ટોર રૂમમાં સૂવું પડતું હતું.

Image Source

રોજ રોજના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાના રૂમમાં જ પાંખે લટકીને પોતાનો જીવ અપાઈ દીધો, સવારે જયારે મોડા સુધી દરવાજો ના ખોલ્યું ત્યારે દરવાજો તોડીને જોયું તો મહિલાની લાશ સાડીના પાલવથી પંખે લટકાયેલી મળી.

ઘટનાની જાણ પોલીસ અને તેના પિયર પક્ષને થતા જ તેઓ દોડી આવ્યા હતા. પિયર પક્ષ દ્વારા સાસરી પક્ષના લોકો ઉપર આરોપો પણ મુકવામાં આવ્યા હતા. મહિલાને હોસ્પિટલ લઇ જતા તેને મૃત જાહર કરવામાં આવી હતી ત્યારબાદ સાસરી અને પિયરપક્ષ વચ્ચે પણ અંતિમ સંસ્કાર બાબતે બોલચાલ થઇ હતી. પોલીસે સમગ્ર મામલાને શાંત કરતા મહિલાના શબને પિયર પક્ષને સોંપી દીધું હતું.