મુંબઈમાં પેટના જણેલા ગુજરાતી દીકરાએ જ માતાને ભયંકર રીતે ઉતારી મોતને ઘાટ, આ હતુ કારણ

મુંબઇમાં કળયુગી ગુજરાતી દીકરાએ માતાને ઉતારી મોતને ઘાટ, પોતે ટ્રેન આગળ કૂદ્યો- આ હતુ કારણ

ગુજરાત સહિત અવાર નવાર દેશભરમાંથી હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે, આવા કિસ્સાઓમાં સંબંધો શર્મશાર થાય છે. આજ કાલ તો માતાએ પ્રેમી માટે દીકરાની હત્યા કરી હોવાનું કે પછી કોઇ પત્નીએ તેના પ્રેમને મેળવવા માટે પતિની હત્યા કરી હોવાનું સામે આવે છે. ત્યારે હાલ એક દીકરાએ તેની માતાનું ગળુ કાપી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. એક 22 વર્ષના દીકરાએ તેની જ માતાની નિર્મમ હત્યા કરી દીધી અને પછી ફરાર થઇ ગયો. તે બાદ તે મરવાના ઇરાદે ચાલતી લોકલ ટ્રેન સામે કૂદી ગયો.

જણાવી દઇએ કે, ઘાયલ છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ઘણી નાજુક જણાવવામાં આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મુંબઇના મુલુંડ સ્થિત વર્ધમાન નગર સોસયટીમાં સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા આસપાસ સી વિંગના બીજા માળે રહેનારી છાયા પાંચાલને પાડોશીઓએ ખૂનથી લથપથ હાલતમાં જોઇ હતી. પાડોશીઓએ પોલિસને આની સૂચના પણ આપી. આ પહેલા કે પોલિસ છાયાને સારવાર માટે લઇ જતી પરંતુ તેની મોત થઇ ચૂકી હતી.

પાડોશીઓ અનુસાર, છાયાના 22 વર્ષના દીકરા જયેશ પાંચાલને આ દરમિયાન ત્યાં જોવામાં આવ્યો હતો. પોલિસે જેવી જ જયેશની શોધ શરૂ કરી કે તેમને સૂચના મળી કે તેણે મુુલુંડ રેલવે સ્ટેશન પર જઇ લોકલ ટ્રેન સામે આપઘાત કરવાની કોશિ કરી છે. ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત ઘણી નાજુક પણ છે.રેલવે સ્ટેશન પર લાગેલા CCTVમાં જોવા મળ્યુ કે, જયેશ લોકલ ટ્રેન સામે કૂદી જાય છે.

પ્રતિકાત્મક તસવીર

મુંબઇ પોલિસના ડીસીપી અનુસાર, જયેશે તેના હાથે એક પત્ર પણ લખ્યો હતો, જેનાથી ખબર પડી કે તેની માતાની હત્યા તેણે ધારદાર ચાકુથી ગળુ કાપી કરી. શરૂઆતી તપાસમાં એ સામે આવ્યુ છે કે, આ પ્રોપર્ટીનો મામલો હતો. હાલ તો આ મામલે મુલુંડ પોલિસે IPC ધારા 302 અંતર્ગત મામલો દાખલ કર્યો છે તપાસ શરૂ કરી છે.આ હત્યની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે.

Shah Jina