દીકરાએ પપ્પાને મમ્મીના લફરાં વિશે જણાવી દીધું, તો ગુસ્સે ભરાયેલી માતાએ પ્રેમી સાથે મળીને 4 વર્ષના માસૂમની કરી નાખી બેરહેમીથી હત્યા, જાણો સમગ્ર મામલો

આવી માતા તો દુશ્મનને પણ ના મળે, લફરાબાજ માતાનું અફેર ખુલ્લું પડતા દીકરા સાથે કર્યું ભયાનક કૃત્ય

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર અવૈદ્ય સબંધોને કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે.

ઉત્તર પ્રદેશના એક જીલ્લામાં એક માતાએ તેના પ્રેમી દ્વારા ગેરમાર્ગે દોરાઈને તેના પેટના જણેલાને જ મોતને ઘાટ ઉતારી દીધો. યુવક સાથે પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ તેના જ ચાર વર્ષના બાળકની પ્રેમીના હાથે હત્યા કરાવી દીધી. પરિણીત સ્ત્રીને પોતાના પુત્રની હત્યાનો સહેજ પણ અફસોસ નથી. મામલો શહેર કોતવાલી વિસ્તારના મઢખેડા ગામનો છે. જ્યાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાના ચાર વર્ષના પુત્રનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. પોલીસે આરોપી પ્રેમી અને તેની પરિણીત પ્રેમિકાની ધરપકડ કરી હતી. અગોટા ગામના રહેવાસી સંજયે સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે તેની પત્ની રીના ચાર વર્ષના પુત્રને તે જ વિસ્તારના ગામમાં તેની ભાભીના ઘરે લઈ આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

રીના તેની મરજી વિરુદ્ધ અનુપશહર પોલીસ સ્ટેશનના મૌજપુર ગામના રહેવાસી અરુણ સાથે ગેરકાયદેસર રીતે રહેતી હતી. મોડી સાંજે અરુણ અમીનગર પહોંચ્યો અને તેના ચાર વર્ષના પુત્ર કેશવને સાથે લઈ આવ્યો. સંજયે તેની પત્ની અને તેના પ્રેમી અરુણ પર પુત્ર કેશવની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. સિકંદરાબાદ પોલીસે કેસ નોંધીને બાળકની શોધ શરૂ કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસનું કહેવું છે કે આરોપી અરુણે કેશવને આંબાના બગીચામાં લઈ જઈને તેની હત્યા કરી અને લાશને ઝાડ પર લટકાવી દીધી. પોલીસે આરોપી અરુણને પકડી લીધો હતો. આરોપીના કહેવા પર ઝાડ પર લટકતી લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી અરુણ સહિત મૃતક બાળકની માતાની પણ ધરપકડ કરી છે.

Niraj Patel