વલસાડ : મોટી દીકરીના લગ્નના 2-4 દિવસ પહેલા જ બ્યુટી પાર્લર જવાનું કહીને નીકળેલી માતા અને બે બહેનો થઇ ગુમ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા, આત્મહત્યા અને અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર વ્યક્તિના ગુમ થવાના પણ મામલા સામે આવે છે. ત્યારે હાલમાં વલસાડના પારડીમાંથી અજીબ ઘટના સામે આવી. પારડીમાં બ્યૂટી પાર્લરમાં ગયેલ પટેલ પરિવારની માતા સહિત બે દીકરીઓ ગુમ થઇ ગઇ. ત્રણ દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને લગ્નને માંડ 2-4 દિવસ જ બાકી હતા,

ત્યાં માતા અને 2 દીકરી લગ્ન માટે બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા જવાનું કહી નીકળી અને પરત જ ન આવી. મજુલાબેન અને બે દીકરી હિરલ અને સાલીની ગુમ થયા બાદ પરિવાર પર તો આભ તૂટી પડ્યું. જે બાદ પરિવારે પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પારડીના ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ પટેલની ત્રણ દીકરીઓ છે,

આ દીકરીઓ પૈકી એક દીકરીના લગ્ન હોવાથી ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. 27 તારીખના રોજ લગ્ન હોવાથી તમામ તૈયારીઓ પણ થઈ ગઈ હતી. આજે એટલે કે 25 તારીખે ચાંદલાની વિધિ હતી અને પિતા પણ દીકરીના આ પ્રસંગની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે દીકરીની માતા મંજુલાબેન તથા બે દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતાને બ્યુટી પાર્લર જઈએ છીએ તેવું કહી ઘરેથી નીકળ્યા હતા.

પણ સાંજ સુધી પરત ન આવવા છતાં અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી કંઇક અજુગતુ બન્યું હોવાનું સમજી પરિવાર ટેન્શનમાં આવી ગયો. જો કે, પરિવારના ત્રણ લોકો એકસાથે ગુમ થતા લગ્નની ખુશીનો માહોલ પણ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.

પરિવાર અને સંબધીઓની શોધખોળ છત્તાં માતા-પુત્રીઓ ન મળતા અને ગુમ થયાના 24 ક્લાક વીતી ગયા બાદ રસિકભાઈએ પારડી પોલીસ મથકે ત્રણેયની ગુમ થયાની ફરિયાદ નોધાવી. હાલ તો પારડી પોલીસે ત્રણેયને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે અને દુલ્હન સહિત માતા અને નાની બહેન ગૂમ થતાં લગ્નની ખુશી ચિંતાના મોજામાં ફેરવાઇ ગઇ છે.

Shah Jina