દિયરના પ્રેમમાં પાગલ થઇ ભાભી, પછી જે કર્યુ તે જાણી પોલિસ પણ રહી ગઇ હેરાન…પોતાના જ જણેલા દીકરા સાથે ન કરવાનું કર્યું

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલમાં ભરુચમાંથી હત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો જેણે બધાના રૂંવાડા ઊભા કરી દીધા. અંકલેશ્વરમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ ઘટનામાં ચોકાવનારો ખુલાસો થયો છે. જેની લાશ મળી આવી હતી તેની માતાએ જ પોતાના પ્રેમી સાથે મળી પુત્રને પતાવી દીધો હતો. આ ઘટના ભરુચના મીરાનગર ક્ષેત્રની છે.

સોનમ સોસાયટીમાં રહેતો 13 વર્ષિય કૃષ્ણા 23 જાન્યુઆરીએ ઘરેથી લાપતા થઇ ગયો હતો. આ મામલે મમતા દેવીએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને આશંકા જતાવતા કહ્યુ કે તેના દીકરાનું અપહરણ થયુ છે. આ દરમિયાન 31 જાન્યુઆરીએ અંકલેશ્વરમાં 13 વર્ષના સગીરની લાશ મળી. આ એ જ બાળક હતો જે ગુમ થયો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી. મંગળવારના રોજ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થયો કે મોતનું કારણ દમ ઘુંટાવાનું છે અને ગળા પર ઇજાના નિશાન પણ છે.

રીપોર્ટ સામે આવ્યા બાદ પોલિસને બાળકની માતા પર શક ગયો. મૃતકની માતા સાથે પૂછપરછ કરી તો તેણે જણાવ્યુ કે તેને તેના દિયર સાથે અવૈદ્ય સંબંધ હતો. તપાસમાં સામે આવ્યુ કે પ્રેમી સાથે રહેવા માટે મહિલાએ તેની સાથે મળી દીકરાની હત્યાનો પ્લાન બનાવ્યો. પોલિસે મમતા દેવી સાથે તેના પ્રેમી અને આરોપી ભાગવત સિંહની પણ ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન પ્રેમીએ સ્વીકાર્યુ કે તેણે જ તેના ભત્રીજાની હત્યા કરી.

આરોપીએ આગળ જણાવ્યુ કે, તેનું મમતા દેવી સાથે છેલ્લા આઠેક વર્ષથી અફેર ચાલી રહ્યુ હતુ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પણ વચ્ચે તેનો પતિ અને દીકરો આવી રહ્યો હતો. પોલિસ અનુસાર, આરોપીએ જણાવ્યુ કે મમતા દેવી અને તેણે પહેલા દીકરા અને પછી પતિને મારવાની યોજના બનાવી હતી, કારણ કે તે બંને બાદમાં લગ્ન કરી શકે.

Shah Jina