ખબર

એક જ મંડપની અંદર દીકરી સાથે માતાએ પણ લીધા સાત ફેરા, જુઓ આ અનોખા લગ્નનો વીડિયો

આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન ઘણા અવનવા કિસ્સાઓ પણ જોવા મળે છે. હાલ જ એક એવા અનોખા લગ્ન જોવા મળ્યા જેની અંદર લગ્નના મંડપમાં દીકરીનું કન્યાદાન કર્યા બાદ માતાએ પણ પોતાના નવા જીવનનની શરૂઆત કરતા લગ્નના સાત ફેરા ફર્યા હતા.

Image Source

ગોરખપુરની અંદર મુખ્યમંત્રી સામુહિક વિવાહ યોજના અંતર્ગત 63 લગ્નો એક સાથે થયા જેની અંદર આ લગ્ન સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા, કારણ કે આ લગ્નની અંદર દીકરી સાથે માતાએ પણ લગ્નના ફેરા ફર્યા હતા. પીપરોલી બ્લોકની મા-દીકરીએ પોત પોતાના જીવનસાથી સાથે લગ્નના ફેરા ફર્યા.પીપરોલી બ્લોકના કુરમૌલના રહેવાસી બેલા દેવીના પતિનું મૃત્યુ 25 વર્ષ પહેલા થઇ ગયું હતું. પહેલા પતિથી તેને બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. પોતાના પાંચ બાળકોમાંથી બેલા દેવીએ ચાર બાળકોના લગ્ન કરાવી લીધા હતા.

Image Source

આ સમૂહ લગ્નની અંદર તેની સૌથી નાની દીકરી ઇન્દૂના લગ્ન પાલી નિવાસી રાહુલ સાથે થવાના હતા. ત્યારે દીકરીના લગ્ન બાદ એકલા જીવન ના વિતાવવું પડે અને 25 વર્ષ સુધી એકલા જીવન વિતાવ્યા બાદ પરિવાર અને બાળકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેના દિયર 55 વર્ષીય જગદીશ સાથે એજ લગ્ન મંડપમાં લગ્ન કર્યા હતા.તો જગદીશ ખેતીવાડી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે 55 વર્ષની ઉંમરમાં પણ કુંવારા હતા. જયારે આ સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન થયું ત્યારે બંનેએ આજ લગ્ન મંડપમાં લગ્ન કરવાનો નિર્યણ પરિવારની સહમતી દ્વારા કરી લીધો.