જામનગરના વલેરા પરિવાર સાથે કરુણ ઘટના : 30 વર્ષના દીકરાનું હાર્ટએટેકથી મોત, આઘાતમાં માતાનું પણ મોત
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Mother Also Died In The Shock Of Her Son’s Death : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાંથી ઘણા લોકો જિમમાં કસરત કરવા દરમિયાન હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા તો ઘણા લોકો ક્રિકેટ કે કોઈ રમત રમવા દરમિયાન પણ હાર્ટ એટેક આવ્યા છે, પરંતુ હાલ જામનગરમાંથી જે ઘટના સામે આવી છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારી છે. અહીંયા એક જ પરિવારના બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.
દુકાનમાં થયું હાર્ટ ફેઈલ :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં 100 વર્ષ જૂની નાગજીભાઈ વૈદ્યની પેઢી છે, આ પેઢીનું સંચાલન હાલ તેમનો 30 વર્ષીય પૌત્ર રાજ વલેરા કરી રહ્યો છે અને અને આયુર્વેદિક દવાની પેઢી ચલાવે છે. ત્યારે આ યુવાનને શનિવારે સવારે એકાએક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો, રાજને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગણતરીના સમયમાં જ તેનું દુકાનમાં જ હાર્ટ ફેઇલ થઈ જતાં મોત નીપજ્યું હતું.
પરિવારનું હૈયાફાટ રુદન :
જેના બાદ તેના મૃતદેહને ધરે લાવવામાં આવ્યો. યુવાનના મૃતદેહને ઘરે લઈને આવતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન સામે આવ્યું હતું અને આખો માહોલ ગમગીન બની ગયો હતો. રાજકોટથી આવેલી તેની બહેન શ્રેયા શનિભાઈ ફોકરીયા તથા માતા ધીરજબેન વલેરાએ પણ હૈયાફાટ રુદન કર્યું હતું. જેના બાદ પરિવારના અન્ય સભ્યો, જ્ઞાતિજનો દ્વારા રાજની અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી. હજુ તો રાજના અંતિમ સંસ્કાર કરવાને નીકળે વધુ સમય પણ નહોતો થયો ત્યાં જ વધુ એક કરુણાંતિકા સર્જાઈ.
માતાનું પણ હૃદય બેસી ગયું :
આ દરમિયાન રાજની માતા ધીરજબેનને પણ હૃદયરોગનો હુમલો આવી ગયો અને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ધીરજબેનનું પણ હૃદય બંધ પડી જવાના કારણે તેમનું પણ મોત નીપજ્યું હતું. આમ થોડા કલાકના અંતરમાં જ યુવાન પુત્ર અને માતા બંનેના મૃત્યુને લઈને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં અને વેપારી વર્ગમાં શોકનું મોજું ફળી વળ્યું છે. પરિવાર માથે પણ માતા પુત્રના મોતના કારણે આભ તૂટી પડ્યું છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં