જીવન આપનાર માતાએ છીનવી લીધુ 3 માસૂમ બાળકોનું જીવન, તડપી તડપીને બાળકોનું થયુ મોત પછી પોતે…

તે ત્રણેય માસૂમો સૂઇ રહ્યા હતા…અચાનક માતાએ બધાને ટાંકામાં ફેકી આપી દર્દનાક મોત, પછી કરી લીધી આત્મહત્યા

દેશભરમાંથી અવાર નવાર સામૂહિક આપઘાત કે હત્યા, મોતના કિસ્સાઓ સામે આવે છે,જેમાંથી ઘણા ચકચાર જગાવી મૂકે તેવા હોય છે. ત્યારે હાલ એક સામૂહિક મોતનો કિસ્સો સામે આવ્યો છે, જેણે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે. આંગળી પકડીને દુનિયા દેખાડનારી માતાએ પોતાના 3 માસૂમ બાળકોનુ જીવન છીનવી લીધુ અને બાદમાં આપઘાત કરી લીધો.રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક પાણીના ટાંકામાં ફેંકીને મારી નાખી અને બાદમાં પોતે એ જ ટાંકામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો.

મહિલાને નવ વર્ષનો પુત્ર પણ છે, પરંતુ મહિલાએ તેની ત્રણ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પારિવારિક વિવાદનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાત્રે મૃતક ભોજન બનાવીને પરિવાર સાથે સૂઈ ગઈ હતી. શુક્રવારે સવારે તેના પતિએ તેની પત્ની અને ત્રણેય પુત્રીઓને જોયા નહીં, ત્યારબાદ તેણે તેમને શોધવાનું શરૂ કર્યું. શોધખોળ દરમિયાન ચારેયના મૃતદેહ ઘરની બહાર પાણીની ટાંકીમાં તરતા જોવા મળ્યા હતા. આ પછી મામલાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પોલીસે મૃતકની ઓળખ જસ્સી પત્ની કૌશલરામ તરીકે કરી છે. આ ઘટના અકદરા ગામની છે. પોલીસે જણાવ્યું કે, મૃતકે પહેલા તેની ત્રણ દીકરીઓ 6 વર્ષની જ્યોત્સના, 4 વર્ષની મોનિકા અને 2 વર્ષની માસૂમ દિક્ષાને એક પછી એક પાણીના ટાંકા નાખીને મારી નાખી. આ પછી તેણે પોતે પાણીની ટાંકીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. પોલીસે જણાવ્યું કે મૃતકના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા થયા હતા અને તેને ત્રણ છોકરીઓ અને એક છોકરો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૃતકનો પતિ કૌશલરામ દારૂ પીતો હતો અને ચતેને દારૂની લત હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો, પોલીસ આ ઘટનાની હાલ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે માતા-પિતાના આગમન પછી જ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ પહેલાં ગુરુવારે પણ ચિતૌડગઢમાં પણ આવી જ ઘટના ઘટી હતી.

Shah Jina