ત્રણ બાળકોને માર્યા બાદ જાતે જ ફાંસીના ફંદે લટકી ગઇ માતા- પહેલા એક પછી એક બાળકોના ફાંસીના માચડે ચડાવ્યા બાદ માતાએ કર્યુ એવું કે…

દિલ કંપાવી દે તેવી ઘટના, ત્રણ બાળકોને મારી માતાએ કરી આત્મહત્યા, CCTVમાં કેદ થઇ ધટના

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત બહારથી પણ ઘણા એવા હત્યા અને આત્મહત્યાના ચકચારી કિસ્સા સામે આવે છે. ત્યારે હાલ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ પોતાના ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઘટના સમયે મહિલાનો પતિ દૂધ લેવા ગયો હતો. ઘરે પરત ફર્યા બાદ ચાર મૃતદેહો જોઈને તે સ્તબ્ધ થઈ ગયો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતક મહિલાના પિયર અને સાસરિયાવાળાને પણ બોલાવ્યા હતા. મૃતકના પિતા અને ભાઈ આવ્યા બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારે કોઈ આક્ષેપ કર્યો નથી કે કોઈ ફરિયાદ પણ કરી નથી. મૃતકના પતિ ભુરા લાલે પોલીસને જણાવ્યું કે તે મધ્યપ્રદેશના શિવગઢનો રહેવાસી છે. છેલ્લા સાત વર્ષથી આરએનટી પોલ્ટ્રી ફાર્મમાં રહીને મરઘાં ઉછેર કરે છે. બુધવારે રાત્રે તે બજારમાં દૂધ લેવા ગયો હતો.

ત્યાંથી પરત ફરતી વખતે પત્ની રૂપા, શિવાની, રિતેશ અને કિરણ ફાંસી પર લટકતી હતી. ત્રણેયના મૃતદેહ નીચે ઉતાર્યા બાદ તેણે પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માતાએ ત્રણેય બાળકોને એક પછી એક ફાંસી લગાવી અને પછી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. મહિલાએ સૌથી પહેલા મોટી દીકરીને પોલ્ટ્રી ફાર્મમાં ટીન શેડ સાથે જોડાયેલા પાઈપ પર દોરડા વડે લટકાવી, પછી દીકરા અને નાની દીકરીને ફાંસી આપી.

આ પછી મહિલાએ પોતે ફાંસી લગાવી લીધી.ઘટનાની જાણ થતાં ડીએસપી ગીતા ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભીલવાડાથી FSL ટીમ બોલાવવામાં આવી હતી. ટીમે ઘણા પુરાવા એકઠા કર્યા છે. હાલમાં આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં પોલીસને પારિવારિક વિવાદની આશંકા છે.આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી સામે આવી છે. આ ઘટના બની તે સ્થળ આરએનટી કોલેજના પોલ્ટ્રી ફાર્મ છે. આ ફાર્મ કાછીયા ખેડી ગામના માર્ગ પર બનેલ છે.

Shah Jina