એક જ વીડિયોમાં બે માતાના પ્રેમના થયા દર્શન, એક દેવકી તો બીજી બની યશોદા, એવી રીતે માન્યો આભાર કે જોઈને તમારી આંખો પણ ભરાઈ આવશે !!

આપણે ત્યાં એક કહેવત છે, “મા તે મા, બીજા બધા વગડાના વા”. આપણા કવિઓ અને લેખકોએ માતાના નામ ઉપર ઘણી બધી વાર્તાઓ, ગીતો, કવિતાઓ અને કેટલા કેટલું  સાહિત્ય લખ્યું છે, તે છતાં પણ માતાનો પ્રેમ કેટલો વિશાળ છે કે જેને શબ્દોમાં પણ બાંધી શકાય એમ નથી. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક મા નહીં પરંતુ બે બે માતાઓની કહાની જોવા મળી રહી છે, જેના કારણે આ વીડિયો લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ ઉપર શેર પણ કરવામાં આવી રહ્યો છે, સાથે જ આ વીડિયોને જોઈને લોકો કોમેન્ટ કરવા માટે પણ મજબુર થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સ્ત્રી એક શ્વાનના બચ્ચાઓને ભોજન આપી રહી છે, ત્યારે બચ્ચાની મા પણ ત્યાં હાજર છે અને તે પણ આ દૃશ્ય નિહાળે છે, જેના બાદ તે મહિલાનો આભાર માનવા માટે તેની પાસે આવે છે અને પોતાના હાથથી જાણે કે થેંક્યુ કહી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે.

આ વીડિયોને જોઈને લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે આ વીડિયોમાં એક સાથે જ બે માતાઓના દર્શન થાય છે, જેમાં એક દેવકી છે જેને બચ્ચાઓને જન્મ આપ્યો છે અને બીજી યશોદા છે જે બચ્ચાઓની દેખરેખ કરી રહી છે. તો ઘણા યુઝર્સ એમ પણ કહી રહી છે કે એક માતા બીજી માતાનો આભાર માની રહી છે.

Niraj Patel