ખબર

આ કારણે મહિલાએ દીકરાનું ગળું કાપી પોતે પણ કરી લીધી આત્મહત્યા, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

કળયુગની આવી મહિલાઓથી ચેતજો: દીકરાની ભયાનક રીતે હત્યા કરીને પોતે પણ….જાણો સમગ્ર મામલો

દેશભરમાં હત્યાના મામલાઓ સતત વધી રહ્યા છે. ઘણીવાર કોઈ અંગત અદાવતમાં કોઈની હત્યા કરી નાખતું હોય છે, તો ઘણીવાર પારિવારિક વિવાદમાં પણ કોઈની હત્યા કરી દીધી હોવાનું સામે આવતું હોય છે તો કોઈવાર પતિ પત્નીના ઝઘડાને લઈને પણ એકબીજાની હત્યા કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને તો સૌના હોશ ઉડાવી દીધા છે.

એક દહીં લેવા જેવી સામાન્ય બાબતને લઈએં એક માતાએ પોતાના 9 મહિનાના બાળકનું ઇલકેટ્રીક કટરથી ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ પોતાનું પણ ગળું કાપી નાખ્યું હતું હતું, જેના કારણે ઘરની અંદર લોહીના ફુવારા ઉડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે મહિલા અને તેના પતિ વચ્ચે દહીં લાવવાને લઈને વિવાદ થયો અને મહિલાએ આ ભયાનક કદમ ઉઠાવી લીધું હતું.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના ચુરૂમાં આવેલા સરદાર શહેરમાંથી. મળતી માહિતી મુજબ આ મામલો શહેરના ઝાલરીયા કુવાના વોર્ડ 15નો છે. અહીં 25 વર્ષીય આરતી દેવી તેના પતિ રામલાલ, સાસુ અને નવ મહિનાના બાળક સાથે રહે છે. બુધવારે બપોરે આરતી જમવાનું બનાવી રહી હતી. આ દરમિયાન તેણે તેના પતિને દહીં લાવવા કહ્યું, આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો.

થોડી વાર પછી બધું સામાન્ય થઈ ગયું. સાંજે 6 વાગ્યાની આસપાસ રામલાલ તેના પિતા ઓમ બન્ના સાથે મંદિર ગયા હતા અને તેની માતા ઘરે ઘંટી ચલાવી રહી હતી. મંદિરેથી પાછા આવ્યા બાદ રામલાલ તેના રૂમમાં જવા લાગ્યા અને રૂમને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું. આ દરમિયાન રૂમમાંથી ઇલેક્ટ્રિક કટર ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. રૂમની બારી પરનું કુલર હટાવી તે અંદર ગયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેનું નવ માસનું બાળક લોહીલુહાણ હાલતમાં રડી રહ્યું હતું અને પત્ની બેભાન અવસ્થામાં પડી હતી. રામલાલ જાંગીડ બાળક અને પત્નીને બિકાનેર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાંથી ડોક્ટરે બંનેને પીબીએમ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ દરમિયાન મહિલાનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. બાળકની હાલત નાજુક છે. તેની ગરદન પર ચાર ઘા છે.

પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ નહોતી. લગભગ પાંચ કલાક પછી, વોર્ડ 16 ના કાઉન્સિલર તારાચંદ સૈનીને ઘટનાની માહિતી મળી, ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન ઓફિસર સતપાલ વિશ્નોઈ અને SI માંકલાલ ડુડીને 11 વાગ્યે જાણ કરી. આ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ માહિતી મળતા જ ડીએસપી નરેન્દ્ર કુમાર શર્મા પણ રાત્રે લગભગ 12 વાગે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આસપાસના લોકોની પૂછપરછ કરી હતી.