મમ્મીના 50માં જન્મ દિવસે દીકરાએ આપીએ એવી સરપ્રાઈઝ કે માતા જોઈને જ ખુશ થઇ ગઈ, કહ્યું, “ભગવાન આવો દીકરો બધાને આપે…”

“ભગવાન આવો દીકરો બધાને આપે…” ગિફ્ટ જાણીને સલામ કરવાનું મન થશે

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનો દીકરો તેમના ઘડપણનો સહારો બને અને આખું જીવન જેના પાછળ સમર્પિત કર્યું હોય તે ઘડપણમાં તેમને દુઃખ ના પડવા દે, પરંતુ આજે આપણે ઘણા એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ જેમાં દીકરાઓ પોતાના માતા પિતાથી દૂર થઇ જતા હોય છે, કે પછી તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા દીકરાની વાત કરીએ છીએ, જે કળિયુગનો શ્રવણ કુમાર બની ગયો.

થાણેના ઉલ્લાસનગરમાં રહેવા વાળા રેખા દિલીપ ગરડના પતિનું મોત જયારે તેમના બાળકો નાના હતા ત્યારે જ થઇ ગયું હતું. તે સમયે તેમનો મોટો દીકરો 7માં ધોરણમાં ભણતો હતો. પતિના મોત બાદ રેખા માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો અને તે લોકોના ઘરે કામ કરવા લાગ્યા, અને મોટા દીકરા પ્રદીપને આશ્રમ શાળામાં ભણવા મૂકી દીધો.

પ્રદીપ જયારે બારમા ધોરણમાં હતો ત્યારે તેના ઘર ઉપર હેલીકૉપ્ટર ઉડતું હતું, ત્યારે તે હેલીકૉપ્ટર જોઈને તેની માતાએ કહ્યું હતું કે આપણે ક્યારેય હેલીકૉપ્ટરમાં બેસી શકીશું ? આ વાત પ્રદીપના મનમાં બેસી ગઈ. તે કોઈપણ રીતે પોતાની માતાનું સપનું પૂર્ણ કરવા માંગતો હતો.

પ્રદીપને પોતાની મહેનત અને લગનના કારણે સારી નોકરી મળી ગઈ. આ પરિવાર હવે ચોલમાંથી નીકળી અને ફ્લેટમાં ચાલ્યો ગયો. આ દરમિયાન પ્રદીપના લગ્ન પણ થઇ ગયા, પરંતુ તેને તેની માતાનું સપનું પૂર્ણ કરવું હતું  અને તેને તેની માતાના 50માં જન્મ દિવસે માતાને હેલીકૉપ્ટરની સફર કરાવી.

Niraj Patel