ખબર જીવનશૈલી

આસારામથી લઇને બાબા રામદેવ સુધી….આ છે દેશના 7 સૌથી અમીર બાબા, સંપત્તિ જાણી ઉડી જશે હોંશ

આ બાબાઓએ જોતજોતામાં જ ફકીરીની ચાદર ઓઢી બનાવી લીધુ પોતાનું કરોડોનું સામ્રાજ્ય, જુઓ કોણ કોણ આવે છે લિસ્ટમાં

હાલમાં જ કેટલાક સમય પહેલા કાનપુરના કરૌલી સરકાર બાબા ઉર્ફે ડોક્ટર સંતોષ સિંહ ભદોરિયાનું નામ ચર્ચામાં આવ્યુ હતુ. ચર્ચાનું કારણ હતુ કરૌલી બાબા દ્વારા પોતાના આશ્રમમાં નોએડાના એક યુવક સાથે બર્બર મારપીટ કરવાનું. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કરૌલી બાબા પર આરોપ છે કે તેમણે તેમના જ એક ભક્તની ખૂબ પિટાઇ કરાવી. એવું કહેવાય છે કે ડોક્ટર સિદ્ધાર્થ નામનો યુવક નોએડાથી બાબાના આશ્રમમાં શાંતિની શોધમાં આવ્યો હતો. બાબાએ તેના કાનમાં કોઇ મંત્ર ફૂક્યો અને પૂછ્યુ શું અસર થઇ ?

આ પર ડોક્ટર સિદ્ધાર્થે સાચુ કહ્યુ કે, કોઇ અસર નથી થઇ, તો બાબા આગ બબુલા થઇ ગયા અને બાઉંસરથી ડોક્ટર સિદ્ધાર્થની પિટાઇ કરાવી દીધી. રીપોર્ટ્સ અનુસાર, બાબાએ માત્ર ત્રણ જ વર્ષમાં કરોડોનું સામ્રાજ્ય ઊભુ કરી દીધુ છે. આશ્રમના લોકો જણાવે છે કે બાબાના 17 દેશોમાં આશ્રમ છે અને ઘણા ભક્ત તેમને લાખો રૂપિયાનો સામાન ભેટ કરે છે. કરૌલી બાબાનું નામ ચર્ચામાં આવ્યા બાદ લોકોને દેશના એ બાબાનું નામ પણ યાદ આવી રહ્યુ છે કે જેઓ કરોડોની સંપત્તિ ધરાવે છે.

1. શ્રી-શ્રી રવિશંકર: શ્રી-શ્રી રવિશંકરનું નામ દેશના સૌથી મોટા ધાર્મિક નેતાઓની યાદીમાં સામેલ છે. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરના 150 દેશોમાં 30 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આયુર્વેદિક દવાઓનો બિઝનેસ કરનારા રવિશંકર 1000 કરોડ રૂપિયાથી વધુના માલિક છે.

2. આસારામ બાપુઃ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ બાપુના ભક્તોની સંખ્યાનો એક સમયે કોઈ અંત નહોતો. આજે પણ તેમના દેશભરમાં લગભગ 350 આશ્રમો છે. ટ્રસ્ટ અનુસાર, આસારામની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયા છે.

3. માતા અમૃતાનંદમયી દેવી: માતા અમૃતાનંદમયી દેવી વિશ્વભરમાં તેમના ભક્તોમાં ‘અમ્મા’ તરીકે પ્રખ્યાત છે, તેમના મઠ દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો માટે જાણીતા છે. અહેવાલો અનુસાર, અમ્માની કુલ સંપત્તિ 1,500 કરોડ રૂપિયા છે.

4. ધર્મગુરુ નિત્યાનંદઃ વિવાદિત સંતોમાંના એક ધર્મગુરુ નિત્યાનંદને પણ સૌથી અમીર બાબામાના એક માનવામાં આવે છે. તે અલગ વાત છે કે તેણે પોતાના વિવાદોને કારણે દેશ છોડી દીધો છે. ભારત છોડ્યા પછી, જાતીય શોષણના આરોપી નિત્યાનંદે ઇક્વાડોર પાસે એક ટાપુ ખરીદ્યો અને તેનું નામ કૈલાસા રાખ્યું અને તેને પોતાનું સામ્રાજ્ય ગણાવ્યું. વર્ષ 2003થી નિત્યાનંદે પોતાને એક સંત તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું. મીડિયા અહેવાલોમાં એવું કહેવાય છે કે નિત્યાનંદ પાસે કુલ 10,000 કરોડની સંપત્તિ છે. આ સાથે વિશ્વભરમાં અનેક ગુરુકુલ, આશ્રમ અને મંદિરો બનાવવામાં આવ્યા છે.

5. બાબા રામદેવ: પતંજલિ આયુર્વેદ લિમિટેડના સ્થાપક યોગગુરુ બાબા રામદેવે 1995માં દિવ્ય યોગ મંદિરની સ્થાપના કરી હતી. યોગને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. ઘણી વખત દેશની રાજનીતિમાં તેમની દખલગીરી પણ જોવા મળી છે. પોતાને યોગગુરુ તરીકે સ્થાપિત કરનાર બાબા રામદેવની કુલ સંપત્તિ 1,600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

6. જગ્ગી વાસુદેવઃ જગ્ગી વાસુદેવ ઉર્ફે સદ્દુરુ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. કહેવાય છે કે તે કરોડોના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 18 કરોડ રૂપિયા છે.