કેટલાક ટેલિવિઝન શોમાં લાખો દર્શકો તેમના પસંદગીતા પાત્ર સાથે જોડાયેલ હોય છે. “કુમકુુમ ભાગ્ય”ની પ્રજ્ઞા એટલે કે સૃતિ ઝાથી લઇને પછી તે “ભાભીજી ઘર પર હે”ની અંગુરી ભાભી હોય કે અનુપમા શોમાં અનુપમાનો રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલી… આજે આ અભિનેત્રીઓની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે.
1.”અનુપમા” રૂપાલી ગાંગુલી : “અનુપમા” શો આજે ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો છે. આ શો છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે તેને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.
રૂપાલી ગાંગુલી આ શોમાં મધ્યમ વર્ગિય મહિલાનું પાત્ર નિભાવી રહી છે. જેણે પરિવાર માટે એક આદર્શ પત્ની અને માતા બનવા માટે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરી દીધો. પરંતુ પતિના દગો આપ્યા બાદ તે તેની શરતો પર જીવન જીવવાનો નિર્ણય કરે છે.
2.”કુમકુમ ભાગ્ય” સૃતિ ઝા : ઝી ટીવીનો લોકપ્રિય શો “કુમકુમ ભાગ્ય” પણ દર્શકોનો ફેવરેટ શો છે. પ્રજ્ઞાના પાત્રએ તેના સિંપલ, ચકાચૌંધ વાળા લુક અને શબ્બીર અહલૂવાલિયા સાથે તેની કેમેસ્ટ્રી માટે પસંદ કરવામાં આવે છે.
હવે સાધારણ છોકરી એક બિઝનેસ ટાઇકૂનમાં બદલાઇ ગઇ છે. શોમાં તેના જીવનના બદલાવની ચાહકોએ ઘણી સરાહના કરી છે.
3.”ઇમલી” સુંબુલ તૌકીર ખાન : સ્ટાર પ્લસ શો “ઇમલી”માં ઇમલી આદિવાસી ગામની રહેવાસી છે. તેને એક પત્રકાર સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને તે લગ્ન બાદ તેના પતિના ઘરે એક નોકરાની તરીકે કામ કરે છે.
તેના આ પાત્રને તેની માસૂમિયત માટે ઘણુ પસંદ કરવામાં આવે છે. તે એક એવી છોકરી છે જે ગરીબ પૃષ્ઠભૂમિ છત્તાં શિક્ષા પ્રાપ્ત કરી જીવનમાં આગળ વધવા ઇચ્છે છે. સ્ટાર પ્લસના શોએ ઇમલીના મજબૂત રોલથી સુંબુલ તૌકીર ખાને ચાહકોનું દિલ જીતી લીધુ છે.
4.”ભાભીજી ઘર પર હૈ” શુભાંગી અત્રે : અંગુરી ભાભીને તેમના સાદગી અને ભોળપણ માટે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. જે ઘણીવાર શોમાં સિટકોમમાં હાસ્ય સ્થિતિઓને જન્મ આપે છે. હાલ તો અંગુરી ભાભીનું પાત્ર શુભાંગી અત્રે નિભાવી રહી છે.
5.”પુણ્યશ્લોક આહિલ્યા બાઇ” અદિતિ જલતારે : બાળ કલાકાર અદિતિએ આહિલ્યાબાઇની યુવા અવસ્થાના રૂપમાં બધાને પ્રભાવિત કર્યા છે. દર્શકોનો પ્રેમ તેણે ઘણા ઓછા સમયમાં હાંસિલ કર્યો છે.
સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન શોમાં તે તેની ભૂમિકામાં બેદાગ પ્રદર્શનને કારણે છે. અદિતિ જલતારે આ ભૂમિકાને ખૂબ જ સરસ રીતે નિભાવી રહી છે.