અજબગજબ

જો તમારામાં પણ હોય આ 26 ટેવ…તો તમે પણ છો પાકા ભારતીય, એકવાર જરૂર જુઓ

ભારતીયો ગમે ત્યાં જાય તે તેનો ઝલવો દેખાડે છે. કોઈ પણ જગ્યાએ ગમે તેટલી ભીડ હોય ભારતીયો આસાનીથી ઓળખી લે છે. અમુક વાત તો ભારતીયોની હવે ઓળખ બની ગઈ છે. અમે આજે તમને જણાવીશું ભારતીયોનો અમુક આદતો વિષે જે જાણીને તમે પણ વિચારતા થઇ જશો.

આવો જાણીએ ભારતીયોની આદત વિષે.

મહેમાનો ગયા બાદ વધેલા નાસ્તા પર બાળકો તૂટી પડે છે.

વટાણા ખરીદતા પહેલા ચાર-પાંચ વટાણાના ફોલીને ખાઈ લેવા. આ બધા જ ભારતીયોમાં આદત હોય છે.

Image source

પ્લેનનો અવાજ સાંભળીને કોઈ પણ ઉંમરે બાહર જઈને જીણી આંખે પ્લેનને જોવું.

કોઈ કોમ્યુટર કે ફોનમાં કંઈક કરતું હોય તો છુપાઈને જોવું કે તે શું કરી રહ્યો છે.

લાઈટ જતી રહી હોય અને ફરી આવે એટલે પહેલા પાડોશીઓના ઘરમાં જઇને લાઈટ આવી છે કે નહીં તે પાકું કરવું.

શાકવાળા પાસેથી શાકભાજી ખરીદ્યા બાદ મફતમાં કોથમરી લીમડો માંગવા એ પણ ભારતીયોની નિશાની છે.

બીજાના બાળકો સાથે આપણા બાળકોની તુલના કરવી.

નવી ગાડી ખરીદવા પર મંદિર જઈને તેનો અભિષેક કરવો.

વરસાદ આવ્યા બાદ ડીશ એંટીનાને કપડાંથી લુછવાથી એવું માનવામાં આવે છે કે બરાબર સિગ્નલ આવી જશે.

ગોવા કે પછી લદ્દાખ ફરવા ગયા હોય ત્યારે કહે છે કે લાગતું જ નહીં કે આ આપણું ભારત છે.

ટુથપેસ્ટ પુરી થઇ ગયા બાદ વેલણથી દબાવીને ટૂથપેસ્ટ કાઢવી એક ભારતીયની નિશાની છે.

નવી ગાડી અને ફર્નિચરને લગાડેલું પ્લાસ્ટિક ના કાઢવું.

કોઈને પગ અડી જાય તો સોરી કહીને ભગવાનની માફી માંગવી.

Image Source

ટીવી ખરાબ થવા પર તેને ઠોકી પીટીને સરખું કરવું એ એક ભારતીયોની આદત છે.

નવું વર્ષ આવતા પહેલા છાપામાં આવતા મફતના કેલેન્ડરની રાહ જોવી.

ઘરથી નીકળતા જ બિલાડી રસ્તામાંથી નીકળે તો બે મિનિટ માટે રસ્તો ગાડી રોકી લે તે ભારતીય.

કોઈ છોકરા સાથે  સુંદર છોકરી જોવા મળે તો ભારતીયોને સૌથી પહેલો વિચાર એ જ આવે કે આને આવી સરસ છોકરી ક્યાંથી મળી ગઈ.

નાળિયેર લેતા પહેલા ચેક કરવું કે સડેલું તો નથી ને ?

કંઈ પણ થઇ જાય નજરે તો પહેલા જ ઉતારવાની.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.