જો તમે ભૂતિયા જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો બેસ્ટ છે ભારતની આ 5 જગ્યા

લોકો ફરવા જવા માટે અલગ અલગ ડેસ્ટિનેશન પસંદ કરે છે. કોઈને ઉંચા ઉંચા પર્વતોની વચ્ચે ફરવા જવાનું પસંદ હોય છે તો કોઈને ગાઢ જંગલોમાં તો કોઈને ઐતિહાસિક સ્થળોએ. પરંતુ કેટલાક લોકોની પંસદગી અલગ જ હોય છે.

ઘણા લોકોને ભૂતિયા જગ્યાઓ પર ફરવા જવાનું વધારે પસંદ હોય છે. તેના રહસ્યો જાણવા ગમે છે. તો આજે અમે તમને આવી જ પાંચ જગ્યાઓ વિશે જણાવીશું જે ભૂતિયા જગ્યા તરીકે જાણીતી છે.

1.ભાનગઢનો કિલ્લો,રાજસ્થાન : રાજસ્થાનના અલવરમાં આવેલો ભાનગઢનો કિલ્લો સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. તેને પણ ભૂતિયા જગ્યા કહેવામાં આવે છે. તેના વિશે એવુ કહેવાય છે કે તેની હવામાં પણ કોઈની હાજરીનો અહેસાસ થાય છે. એટલે સુધી કે અહીં આવતા લોકોને અચાનક ગભરામણ કે બેચેની થવા લાગે છે. જો કે કેટલીક વખત એવી પણ અફવા ઉડી હતી કે કેટલાક લોકો અહીંથી ગાયબ પણ થઈ ગયા છે.

2.બ્રિજ રાજ ભવન પેલેસ, રાજસ્થાન: રાજસ્થાનના કોટા શહેરમાં બ્રિજ રાજ ભવન પેલેસ નામની એક પ્રખ્યાત હોટેલ છે. આ હોટેલ 178 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ હોટલલને 1980ના દાયકામાં હેરિટેજ હોટેલમાં ફરેવી નાખવામાં આવી હતી. જો કે તમને બધાને આ વાત જાણીને થોડી નવાઈ લાગશે કે આ જગ્યાને ભૂતોનું ઘર કહેવામાં આવે છે. તેના વિશે એવી વાયકા છે કે આ જગ્યાએ મેજર બર્ટનનું ભૂત રહે છે, જો કે તે કોઈને નુકશાન પહોંચાડતું નથી.

3.રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આવેલ રામોજી ફિલ્મ સિટીને પણ ભૂતોનું ઘર કહેવામાં આવે છે. આ વિશે એવુ કહેવામાં આવે છે કે અહીં સૈનિકોના ભૂત રહે છે આ ફિલ્મસિટી તે જ જગ્યા પર બની છે જ્યાં નિઝામના સમયમાં યુદ્ધ થયું હતું. તો બીજી તરફ આ વિશે અહીંના સ્થાનિક લોકો કહે છે કે આ જગ્યા લાંબા સમયથી બહુ ડરામણી રહી છે.

4.બારોગ ટનલ,હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશની બારોગ ટનલને પણ ભૂતિયા જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા શિમલા-કાલકા માર્ગ પર આવેલ રેલવે સ્ટેશનની નજીક આવેલી છે અને તે ભૂતિયા હોવા પાછળની કહાની એવી છે કે અહીં 20મી સદીની શરૂઆતમાં એક એન્જીનિયરે અહીં આત્મહત્યા કરી લીધી હતી. ટનલ નંબર 33ને જ બારોગ ટનલ કહેવામાં આવે છે. વર્ષ 1903માં બ્રિટિશ એન્જિનિયર કર્નલ બારોગ એક સુંરગ બનાવતા હતા પરંતુ તેમના માપમાં કોઈ ભૂલ રહી ગઈ અને ટનલ આગળ વધવાને બદલે ઉંડી બનવા લાગી તેથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા અને એ જ ટનલમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જેની આત્મા આજે પણ આ ટનલમાં ભટકે છે.

5.શનિવાર વાડા,મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના પૂણે સ્થિત શનિવાર વાડા કિલ્લાને પેશવા વંશના શાસકોએ બનાવ્યો હતો. એવું કહેવાય છે કે આ કિલ્લામાં પણ અનેક કહાનીઓ સચવાયેલી છે. આ જગ્યાએ શાહી સિંહાસનના ઉત્તરાધિકારી, એક રાજકુમારની તેનાજ નજીકના સંબંધીઓના આદેશ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ જગ્યા પર તે રાજકુમારની ચીસો આજે પણ સંભળાય છે.

YC