આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર ! એક શેરની કિંમતમાં તમે ખરીદી શકો છો ઘણા બધા આલીશાન બંગલો

આ છે દુનિયાનો સૌથી મોંઘો સ્ટોક, અધધધધધધધધ કરોડ રૂપિયા ખર્ચવા પડે 1 લેવો હોય તો…જમીન બંગલો બધું વેચવું પડે

શેરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળામાં મોટી કમાણી કરી શકાય છે. ભારતમાં પણ શેરબજારમાં રોકાણનું વલણ ઝડપથી વધ્યું છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. રોકાણકારોને ઘણીવાર એવી સલાહ આપવામાં આવે છે કે નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે.

મોટાભાગના રિટેલ રોકાણકારો સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે વિશ્વમાં ઘણા મોંઘા સ્ટોક છે. કેટલાક શેરના ભાવ સાંભળીને તો હોંશ ઉડી જાય છે, તેમાં રોકાણ કરવાની કલ્પના પણ કરી શકાતી નથી.ત્યારે આજે અમે તમને જણાવી રહ્યા છે દુનિયાના સૌથી મોંઘા શેર વિશે… વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. બર્કશાયર હેથવે ઇન્ક વિશ્વનો સૌથી મોંઘો સ્ટોક છે. આ કંપનીના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે.

20 એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઇન્કના એક શેરની કિંમત $523550 (રૂ. 4,00,19,376) હતી. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા અનુસાર, કંપનીના એક શેરની કિંમત લગભગ $525045 છે. જો તમે ભારતીય ચલણમાં તેની ગણતરી કરો તો તેની કિંમત 40047282 રૂપિયા આસપાસ થાય છે. બર્કશાયર હેથવે ઇન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે સ્વપ્ન બનીને રહી જાય છે.

બર્કશાયર હેથવે ઇન્ક કંપનીના વડા વોરેન બફેટ છે જેમને આજની તારીખમાં કોઈ ઓળખની જરૂર નથી. સમગ્ર વિશ્વમાં લોકો અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય છે. ફોર્બ્સ અનુસાર, વોરન બફેટ બર્કશાયર હેથવેમાં 16 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં લગભગ 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. વર્ષ 1965માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત $20 કરતા ઓછી હતી.

Shah Jina