ભારતના લગ્નોની તો વાત જ નિરાલી છે, એવા 10 લગ્ન જેમાં 2-5 કરોડ નહિ પરંતુ 200-500 કરોડનો થયો છે ખર્ચ

વેન્યુ, જમવાનું, કપડા, સજાવટ બધુ એક નંબર છે…આ છે અત્યાર સુધીના 10 સૌથી મોંઘા ભારતીય લગ્ન જેમાં 1-2 કરોડ નહિ પરંતુ સેંકડો કરોડ રૂપિયા થયા ખર્ચ

આપણે ભારતીયો ખર્ચીલા લગ્ન માટે જાણીતા છીએ. એટલું જ નહીં, કેટલાક ઘરોમાં ઘરના વડીલો પોતાના બાળકોના લગ્ન માટે તેઓ નાના હોય ત્યારથી જ પૈસા ભેગા કરવાનું શરૂ કરી દેતા હોય છે. લગ્નનું વેન્યુ હોય કે જમવાનું, કપડાં હોય કે સજાવટ બધું જ નંબર વન હોવું જોઈએ. આ લગ્નોમાં 200થી 400 લોકો છે, જેમાંથી તમે અડધાથી વધુ લોકોને જાણતા નથી, તેમ છતાં લોકો દિલ ખોલી પૈસા ખર્ચ કરે છે. હવે વાત કરીએ, ભારતના મોટા અને પ્રખ્યાત પરિવારોની જેમણે પોતાના બાળકોના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને તે પણ 1-2 કરોડ નહીં પણ સેંકડો કરોડ રૂપિયા. તો, ચાલો જોઇએ.

1.ઇશા અંબાણી અને આનંદ પીરામલ : ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની એક માત્ર દીકરી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે જે તેના બાળપણના મિત્ર છે. આ લગ્નમાં હિલૈરી ક્લિંટન, હેનરી ટ્રેવિસ જેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મશહૂર ગાયિકા Beyonceને પણ એક જબરદસ્ત પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી હતી. દેશના સૌથી મોંઘા લગ્નએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ હતુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

2.સુશાંત રોય અને સીમાંતો રોય : સહારા ઇન્ડિયા પરિવારના અધ્યક્ષ સુબ્રતા રોયે તેમના બંને દીકરા સુશાંતો રોય અને સીમાંતો રોયના લગ્ન એક જ દિવસે લખનઉમાં કર્યા હતા. એશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, કપિલ દેવ અને અન્ય મોટી મોટી હસ્તિઓ આ લગ્નમાં સામેલ થઇ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 552 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

3.બ્રાહ્મણી અને રાજીવ રેડ્ડી : મહાન ખનન તાલ્લુકેદાર, જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણીના લગ્ન રાજીવ રેડ્ડી સાથે થયા છે. જે હૈદરાબાદના એક વ્યવસાયી છે. જે વર્ષે તેમના લગ્ન થયા હતા તે વર્ષે દેશમાં નોટબંધી થઇ હતી અને લોકો રૂપિયાને લઇને પરેશાન હતા ત્યાં મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 550 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

4.સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલ : લક્ષ્મી મિત્તલનું નામ કોણે નથી સાંભળ્યુ, ભારતની પ્રખ્યાત સ્ટીલ કંપનીના માલિક. તેમની ભત્રીજી સૃષ્ટિ મિત્તલના લગ્ન સ્પેનના બાર્સિલોનામાં ગુલરાજ બહલ સાથેે થયા હતા.મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

5.વનિશા મિત્તલ અને અમિત ભાટિયા : લક્ષ્મી મિત્તલની દીકરી વનિશા મિત્તલે અમિત ભાટિયા સાથે પેરિસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં શાહરૂખ ખાન જેવી મોટી મોટી હસ્તિઓ આવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 350 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

6.લલિત તંવર અને યોગિતા જૌનપુરિયા : કોંગ્રેસના મંત્રી તંવરે તેમના દીકરા લલિત તંવરના લગ્ન યોગિતા જૌનપુરિયા સાથે કરાવ્યા હતા. લલિતને તેના સાસરિયા તરફથી એક મોટુ હેલિકોપ્ટર પણ ગિફ્ટ આપવામાં આવ્યુ હતુ, મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

7.આદિલ સાજન અને સના ખાન : સના ખાને નિર્દેશક, આદિલ સાજન સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન એક ખૂબ જ લક્ઝરી ક્રૂઝ પર થયા હતા. બંનેના લગ્ન 4 દિવસ સુધી ચાલ્યા હતા. જેની બધા દિવસની થીમ અલગ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

8.સંજય હિંદુજા અને અનુ મહતાની : ગ્રેટ બ્રિટેનના સૌથઈ અમીર પરિવારોમાંના એક સંજય હિંદુજાએ ડિઝાઇનર, અનુ મહતાની સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા.આ લગ્નમાં મશહૂર અમેરિકી અભિનેત્રી Jennifer Lpoz પણ સામેલ થઇ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 140 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

9.વિનીતા અગ્રવાલ અને મુક્તિ તેજા : પ્રમોદ અગ્રવાલ UKમાં સ્થિત એક કરોડપતિ છે અને તેની દીકરી વિનીતા અગ્રવાલે અમેરિકાના કેલિફોર્નિયામાં મુક્તિ તેજા સાથે લગ્ન કર્યા છે.  મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

10.વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ : વિક્રમ ચટવાલ એક અમેરિકી વ્યવસાયી છે જેમણે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા છે. શાહરૂખ ખાન, નઓમી કેમ્પબેલ પ્રિંસ નિકોલસ અને અન્ય મહાન હસ્તિઓ આ લગ્નમાં સામેલ થઇ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Shah Jina