ભારતના કેટલાક ખૂબ જ દિલચસ્પ ઘર, રતન ટાટા-મુકેશ અંબાણી સહિત આ અરબપતિઓના ઘર તમને કરી દેશે આશ્ચર્યચકિત

બધા માટે તેમનુ ઘર કોઇ મહેલથી ઓછુ નથી હોતુ. દુનિયામાં કદાચ જ કોઇ એવું હશે, જેને તેમના  ઘરમાં સૂકુન ના મળતુ હોય કે પછી રાજાઓ જેવી ફિલિંગ ના આવતી હોય. પરંતુ એ વાતની ના ન કહી શકાય કે કેટલાક ઘર ખરેખર કોઇ મહેલ જેવા હોય છે. ભારતના કેટલાક ઘર ખૂબ જ દિલચસ્પ છે. તે રાજમહેલોને પણ ટક્કર આપે છે, તો ચાલો જાણીએ ભારતના સૌથી મોંઘા અને લગ્ઝૂરિયસ ઘર વિશે…

1.મુકેશ અંબાણી : ફોર્બ્સની એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના ઘર એંટીલિયાની કિંમત 7337 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઘરને દુનિયાના સૌથી મોંઘા અને આલીશાન ઘરની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, મુકેશ અંબાણીના આ ઘરનું નામ એટલાંટિક મહાસાગરના એક પૌરાણિક દ્રીપ પર રાખવામાં આવ્યુ છે.

2.શાહરૂખ ખાન : બોલિવુડના સુપર સ્ટાર અને કિંગ ખાન શાહરૂખ ખાનનું ઘર મન્નત પણ સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. આ મુંબઇના બાંદ્રામાં સ્થિત છે. શાહરૂખ ખાને આ સંપત્તિ ખરીદી તે સમયે તેને ‘વિલા વિએના’ કહેવામાં આવતુ, બાદમાં તેને મન્નત નામ આપવામાં આવ્યુ. એક રીપોર્ટ અનુસાાર મન્નતની કિંમત 200 કરોડ રૂપિયાની નજીક આકવામાં આવી છે.

3.વિજય માલ્યા : કિંગફિશરના માલિક વિજય માલ્યાનું ઘર “વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય” પણ દેશના સૌથી આલીશાન ઘરોમાનું એક છે. બેંગલુરુ સ્થિત આ ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બિઝનેસ ઇનસાઇડરની એક રીપોર્ટ અનુસાર, આ ઘરમાં એવી કેટલીક સુખ-સુવિધાઓ છે, જેના વિશે એક સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો.

4.રતન ટાટા : જાણિતા ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ તેમજ ટાટા ગ્રુપના માલિકનું ઘર ભારતના સૌથી આલીશાન ઘરોમાંનું એક છે. મુંબઇના કોલાબામાં સ્થિત આ ઘરની કિંમત 125થી 150 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી છે. 15000 વર્ગ ફૂટમાં ફેલાયેલુ આ ઘર ઘણુ ખાસ છે.

5.સાયરસ પૂનાવાલા : પીટીઆઇના એક રીપોર્ટ અનુસાર વર્ષ 2015માં પુનાવાલા ગ્રુપના ચેરમેન સાયરસ પૂનાવાલાએ બ્રીચ કેન્ડીમાં અમેરિકી કોન્સુલેટના મશહૂર લિંકન હાઉસ માટે 750 કરોડ રૂપિયા બોલી લગાવી હતી. તે સમયે આ દેશમાં કોઇ બંગલા માટે કરવામાં આવેલ મોંઘો સોદો હતો.

Shah Jina