ગિફ્ટ એક એવી વસ્તુ છે જો કોઈ આપે તો બહુજ પસંદ આવે છે. તો સામે કોઈને ગિફ્ટ આપવાની હોય તો પણ એટલો જ ઉત્સાહ હોય છે. ગિફ્ટને લઈને બધાના મનમાં એક અલગ જ પ્રકારનું લેવલ હોય છે. નાના બાળકને જન્મદિવસની ગિફ્ટનું અનેરું જ મહત્વ હોય છે.ગિફ્ટ ઘણા પ્રકારની હોય છે. ઘણી ગિફ્ટ મોંઘી હોય છે તો ઘણી ગિફ્ટ સસ્તી હોય છે, ગિફ્ટની વેલ્યુ પ્રેમ પર આધારિત હોય છે, કયારે પણ કિંમત પર આધારિત નથી હોતી. પરંતુ જે માતા-પિતા સામાન્ય હોય તે તેના બાળકને સામાન્ય ગિફ્ટ જ આપતા હોય છે. પરંતુ જે માતા-પિતા અમીર હોય તે તેના બાળકને મોંઘી ગિફ્ટ જ આપતા હોય છે.
આજે અમે તમને બોલીવુડના કિડની ગિફ્ટ અંગે જણાવીશું.
અબરામ ખાન

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો નાનો પુત્ર અબરામ પણ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે. અબરામને તેના જન્મદિવસ પર એક ટ્રી હાઉસ મળ્યું હતું. આ ટ્રી હાઉસને Sabu Cyriએ ડિઝાઇન કર્યું હતું. જણાવી દઈએ કે, શાહરૃખના જન્નત બંગલાને પણ Sabu Cyrilએ જ ડિઝાઇન કર્યું છે.
તૈમુર અલી ખાન

સૈફ અલિ ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમુર સોશિયલ મીડિયા પર સૌથી વધુ જાણીતો સ્ટાર કિડ છે. પટૌડી ખાનદાનના લાડલાએ તેના બર્થડે પર ચેરી કલરની Jeep Grand Cherokee SRT ટોય મળી હતી. આ સાથે જ તેના બીજા બર્થડે પર તૈમુરને Mercedes McLaren ટોય મળ્યું હતું.
સુહાના ખાન
View this post on Instagram
શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન તેની તસ્વીરને લઈને હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સુહાના ખાને થોડા સમય પહેલા એક શોર્ટ ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ કરી હતી. સુહાના ખાનને ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યુ કરશે. સુહાના ખાનને તેના 16માં જન્મદિવસે શાહરુખ ખાને ડાયમંડની બ્રેસલેટ આપ્યું હતું.
આરાધ્યા બચ્ચન
View this post on Instagram
ઐશ્વર્યા રાય અને આરાધ્યા રાય બચ્ચનની લાડલી આરાધ્યા બચ્ચન હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. આરાધ્યાને તેના પિતા અભિષેક બચ્ચન તરફથી Mini Cooper S મળી હતી. આ સિવાય આરાધ્યા પાસે પોતાનું 54 કરોડનું હોલીડે હોમ પણ દુબઈમાં છે.
આર્યન ખાન
View this post on Instagram
શાહરુખ ખાને તેના ત્રણેય બાળકોને કંઈક અલગ જ ગિફ્ટ આપે છે. શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ તેના પિતાની જેમ લુકમાં તો હેન્ડસમ જ લાગે છે. થોડા વર્ષમાં આર્યન ખાન પણ બોલીવુડમાં એન્ટ્રી મારી શકે છે. શાહરુખ ખાને આર્યનને જન્મદિવસ પર Audi A6 ગિફ્ટ કરી હતી.
ત્રિશાલા દત્ત
View this post on Instagram
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત હાલ તો વિદેશમાં રહે છે.જણાવી દઈએ કે, સંજય દત્તની પહેલી પત્ની ઋચાની દીકરી છે. ત્રિશાલા દત્ત તેના લુકને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ત્રિશાલા દત્તને તેના પિતા સંજય દત્ત તરફથી એક મોંઘી ગિફ્ટ મળી હતી.
રુહી અને યશ જોહર

રુહી અને યશ કરણ જોહરના જુડવા બાળકો છે. કરણ સિંગલ છે. તેને આ બાળકો સેરોગેસી દ્વારા મળ્યા છે. કરણે તેના બાળકોને એક ગિફ્ટમાં નર્સરી આપી દીધી હતી.
વિવાન કુન્દ્રા
View this post on Instagram
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો પુત્રે વિવાન પણ બહુજ ક્યૂટ છે. વિવાનને માતા-પિતા તરફથી Lamborghini ગિફ્ટમાં મળી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.