અરે બાપ રે…4000 કરોડનો કૂતરો…800 કરોડની બિલાડી…આ છે દુનિયાના સૌથી મોંઘા પ્રાણીઓ…જુઓ

દુનિયાના આ સૌથી મોંઘા પ્રાણીઓની કિંમત જાણીને તમારા હોંશ પણ ઉડી જશે… મોટા મોટા ધનવાનો કરતા પણ કેટલાય ઘણા આગળ છે આ પ્રાણીઓ… જુઓ

આજે દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે પોતાના ઘરે પાલતુ પ્રાણીઓ રાખવાનું પસંદ કરતા હોય છે અને આ પાલતુ પ્રાણી તેમના પરિવારમાં એ રીતે ભળી જાય છે કે તેમના પરિવારનું જ એક સદસ્ય પણ બની જાય છે. ઘણીવાર પ્રાણીઓ સાથે જોડાયેલી કિંમતો સામે આવતા જ લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા સ્ટડીમાં આવા પ્રાણીઓ સાથે જોડાયેલી કિંમતનો ખુલાસો થતા જ ઉહાપો મચી ગયો હતો.

જેમાં ઘણા પ્રાણીઓની કિંમત કરોડો રૂપિયામાં છે અને તેમાં ઘણા પ્રાણીઓ તો સેલિબ્રિટી પણ બની ગયા છે. એક શ્વાનની કિંમત તો હજારો કરોડ રૂપિયા છે. આ જાણકારી “ઓલ અબાઉંટ્સ કેટ્સ”ના રિપોર્ટમાં આપવામાં આવી છે. જેમાં અમેરિકાની લોકપ્રિય ગાયિકા ટેલર સ્વીફ્ટની પાસે સ્કોટિશ ફોલ્ડ પ્રજાતિની બિલાડી ઓલિવિયા બેન્સન છે. એવો દાવો કરવામાં આવ્યો છે આ બિલાડી દુનિયાનું ત્રીજું સૌથી મોંઘુ પ્રાણી છે. આ બિલાડીની કિંમત 800 કરોડ આંકવામાં આવી છે.

આ ઉપરાંત બીજા નંબરે પર પણ એક બિલાડી જ છે. જે એક સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર પણ છે. તેનું નામ નાલા કેટ છે. જે ઇન્સ્ટાગ્રામ પર નાલા કેટના નામથી પ્રખ્યાત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 44 લાખથી વધારે ફોલોઅર્સ છે. નાલાની કિંમત મીડિયા રિપોર્ટ અનુસાર 825 કરોડ રૂપિયાથી પણ વધારે છે. નાલાનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.

મોંઘા પ્રાણીઓના લિસ્ટમાં સૌથી ટોપ પર જર્મન શેફર્ડ પ્રજાતિનો શ્વાન Gunther VI છે. જેના માલિકાના હકવાળી ઈતાવલી કંપની ગુંથર કોર્પોરેશન પાસે છે. જેની કિંમત 4000 કરોડ કરતા પણ વધારે જણાવવામાં આવી છે. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રાણીઓનું લિસ્ટ ઇન્સ્ટાગ્રામ એનાલિટિક્સના આધાર પર બનાવવામાં આવ્યું છે.

જેમાં આ પ્રાણીઓના પ્રતિદિવસ એક સોશિયલ મીડિયા પોસ્ટથી કેટલી કમાણી થાય છે ? તે વસ્તુ લિસ્ટ બનાવતા ધ્યાનમાં રાખવામાં આવી છે. ટેલર સ્વિફ્ટે વર્ષ 2020માં ઓલિવિયાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસ્વીરને 20 લાખથી વધારે લાઈક મળી હતી. ટેલર તેની બિલાડીને કેટલો પ્રેમ કરે છે તે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જ સ્પષ્ટ દેખાય છે.

Niraj Patel