અજબગજબ

દુનિયાની 4 એવી જેલ, જે જેલ નહીં પરંતુ જન્નત છે, અહીંયા મળે છે તમામ પ્રકારની સુવિધાઓ

આપણને જેલનું નામ સાંભળતા જ પરસેવો વળી જાય, વળી ફિલ્મો અને ટીવીમાં બતાવવામાં આવતી જેલની સજા જોતા તો એવું થાય કે જેલમાં ક્યારેય જવું જ ના જોઈએ, પરંતુ દુનિયામાં કેટલીક એવી જેલ પણ છે તે જેલ નહીં પરંતુ જન્નત લાગે છે. આ જેલમાં કેદીને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. ચાલો જોઈએ એવી જ 4 જેલ વિશે.

Image Source

1. આ જેલમાં પૈસા નક્કી કરે છે, કોણ કયાં સેલમાં રહેશે ?:
બોલિવુયાના સૈન પેડરો જેલની અંદરનું વાતાવરણ કોઈ શહેરની ગલીઓ જેવું રહે છે. અહીંયા લગભગ 1500 કેદીઓ રહે છે. પરંતુ અંદર કોઈ સુરક્ષા ગાર્ડ રાખવામાં નથી આવતા. કેટલાક લોકો જેલના જ બજારમાં કામ કરે છે. તો કેટલાક લોકો ફૂડ સ્ટોલ લગાવીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. આ જેલની વિશેષ વાત એ છે કે અહીંયા કેદી ક્યાં સેલની અંદર રહેશે તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે સેલમાં રહેવા માટે તે કેટલા પૈસા ખર્ચી શકે છે. આ જેલની અંદર કેદીઓને રહેવા માટે સેલ ખરીદવું પડે છે.  મતલબ કે જો તમારી પાસે પૈસા છે તો તમે રાજાની જેમ અહીંયા રહી શકો છો.

Image Source

2. અહીંયા કેદીઓને નાચવા-ગાવાની અને મોજ-મસ્તી કરવાની છૂટ છે:
જો તમારા દિમાગની અંદર જેલની છબી એક કંટાળાજનક અને ઉદાસી વાળી જગ્યાની છે તો આ જેલ તમારી ધારણાને બદલી શકે છે. ફિલિપિન્સની સેબુ જેલમાં કેદીઓનું સંપૂર્ણ મનોરંજન કરવામાં આવે છે. આ કેદીઓના ડાન્સિંગ વીડિયોને ટાઈમ પત્રિકાએ પોતાના વાયરલ વીડિયોની સૂચીમાં 5માં નંબરે રાખ્યું હતું.

Image Source

3. આ જેલ કોઈ 5 સ્ટાર હોટેલથી કમ નથી:
મોટાભાગે જેલની ઇમારત વિશે લોકોની ધારણા હોય છે કે એ એવી જગ્યા હશે જેની ચારેય તરફ ઊંચી દીવાલ હશે. પરંતુ દુનિયામાં એક એવી જેલ પણ છે જેની દીવાલો કાચથી બનેલી છે. આ જેલ ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. તેનું નામ જસ્ટિનજેનટ્રમ લીયાબેન છે. તસ્વીરમાં દેખાઈ રહેલી આ જેલ કોઈ 5 સ્ટાર હોટેલથી કમ નથી.

Image Source

4. આ જેલમાંકેદી પરિવાર સાથે પણ રહી શકે છે:
જેલમાં રહેવું સૌથી વધારે મુશ્કેલ એટલા માટે લાગે છે કે તમે તમારા પરિવારથી પણ દૂર થઇ જાઓ છો. પરંતુ જો જેલમાં પોતાના પરિવાર સાથે રહેવાની મંજૂરી મળી જાય તો જેલમાં રહેવું એટલું મુશ્કેલ નહિ લાગે. સ્પેનની એક જેલમાં કેદીઓને તેના પરિવાર સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે. આ જેલનું નામ છે અરનજુએજ જેલ. આ દુનિયાની એકમાત્ર એવી જેલ છે જ્યાં પરિવાર સાથે રહી શકાય છે. અહીંયા 32 સેલ છે જ્યાં પરિવાર સાથે રહેવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.