અજબગજબ

આવા મરચાં તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ આ મહિલાએ ઉગાવ્યાં એકદમ અલગ જ રંગના મરચા

સોશિયલ મીડિયામાં ઘણા ઘણા અવનવા ફોટો વાયરલ થતા હોય છે, કેટલાક ફળ અને કેટલાક શાકભાજી પણ આપણને અવનવા જોવા મળતા હોય છે, ઘણીવાર આપણે બજારમાં કોઈ અવનવી શાકભાજી જોઈએ તો પણ આપણને નવાઈ લાગતી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક એવા અવનવા રંગના મરચાની તસવીરો વાયરલ થઇ રહી છે તેને જોઈને તમને પણ ખરેખર નવાઈ લાગશે.

Image Source

ફ્લાવરફેમે નામના ટ્વીટર યુઝર્સે આ તસ્વીરોને 8 ઓગસ્ટના રોજ શેર કરી છે. સાથે જ તેને કેપશનમાં લખ્યું છે. “અત્યારે હું રડી રહી છું, કારણ કે મેં દુનિયાના સૌથી સુંદર મરચાં ઉગાડી લીધા છે.”

Image Source

આ મરચાં ખુબ જ સુંદર અને ખાસ છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. સાથે જ ઘણા લોકોએ આ પોસ્ટની અંદર કોમેન્ટ અને લાઈક પણ કરીને આ મરચાંના વખાણ કર્યા છે.

આ રંગીન મરચાને Buena Mulata Peppers કહેવામાં આવે છે. જે ખુબ જ દુર્લભ છે. આ મરચાં દેખાવમાં જેટલા સુંદર અને લોભામણા લાગે છે એટલા જ ખતરનાક તીખા પણ છે. જેમ જેમ આ મરચાં મોટા થાય છે તેમ તેમ તેના રંગમાં પણ પરિવર્તન આવે છે.આ મરચાં શરૂઆતમાં રીંગણી રંગના હોય છે જેમ જેમ મોટા થાય છે તેમ સંતરી રંગના અને પછી ઘાટા લાલ રંગના થઈ જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.