અજબગજબ

દુનિયાના 5 સૌથી સુંદર એરપોર્ટ જેની સુંદરતા જોઈને તમે પણ તેને જોતા જ રહી જશો

દુનિયાભરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે ખુબ જ સુંદર છે. એવામાં જો એરપોર્ટની વાત કરવામાં આવે તો દુનિયાના સૌથી સુંદર 5 એરપોર્ટ વિશે આજે અમે તમને જણાવીશું. વિવિધ દેશમાંથી આવનારા લોકો સૌ પહેલા જે તે દેશના એરપોર્ટ ઉપર આવતા હોય છે અને તેના કારણે એરપોર્ટની સુંદરતા તે દેશ વિશેની એક ઓળખ ઉભી કરી આપે છે. તો ચાલો જોઈએ એવા જ સૌથી સુંદર 5 એરપોર્ટ.

1. ઈંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ:
આ એરપોર્ટ દક્ષિણ કોરિયાનું સૌથી મોટું એરપોર્ટ છે. સિયોલમાં આવેલું આ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. આ એટલું વિશાળ છે કે અહીંયા બે સિનેમા હોલ, મ્યુઝિયમ, મોલ, આઈસ-સ્કેટિંગ પાર્ક અને હરવા ફરવા માટે ગાર્ડન પણ રહેલા છે.

Image Source

2. ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ:
સિંગાપુરમાં આવેલું આ એરપોર્ટ ખુબ જ વિશાળ અને આલીશાન છે. એ વાતનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે આખા વિમાન ક્ષેત્રની અંદર 25 હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે. અહીંયા ઘણા થીમ પાર્ક, વોટરફોલ અને ગાર્ડન છે. જે એરપોર્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

Image Source

3. હોંગકોંગ આંતર રાષ્ટ્રીય વિમાન મથક:
આ એરપોર્ટને સ્થાનિક લોકો ચેપ લાપ કોફ એરપોર્ટ પણ કહે છે. કારણ કે આ ચેપ લાપ કોફ દ્વીપ ઉપર બનેલું છે. આ દુનિયાના સૌથી આલીશાન એરપોર્ટમાંથી એક છે. આ એરપોર્ટ ઉપર આઇમેક્સ સિનેમાહોલ પણ રહેલો છે.

Image Source

4. ક્વાલાલંપુર એરપોર્ટ:
મલેશિયામાં આવેલું ક્વાલાલંપુર એરપોર્ટ પણ સુંદરતામાં જરા પણ કમ નથી. આ વિમાન મથકને સુંદર બનાવે છે તેની હરિયાળી. લોકો આ વિમાન મથક ઉપર આવે તો છે ક્યાંક જવા માટે પરંતુ અહીંયાની સુંદરતા એવી છે કે લોકો ફરીથી જવાનું ભાગ્યે જ વિચારી શકે છે.

Image Source

5. ટોક્યો એરપોર્ટ:
ટેક્નોલોજીના મામલામાં સૌથી આગળ રહેવા વાળા ટોક્યો હવાઈ મથક પણ ખુબ જ આલીશાન છે. તેને દુનિયાના 5 સૌથી સુંદર એરપોર્ટમાં સામેલ કરવામાં આવે છે. આ એરપોર્ટ ખાસ તેના સમય પ્રબંધન માટે જાણીતું છે. 6 ફ્લોર રેસ્ટોરન્ટ અને ઓપન રૂફ કેફે તેની સુંદરતાને બે ઘણી વધારી દે છે. અહીંયા પાલતુ પ્રાણીઓ માટે પણ અલગ જગ્યા છે.