મનોરંજન

નેહા શર્માની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોએ ઇન્ટરનેટ હચમચાવ્યું, જુઓ PHOTOS

કોંગ્રેસી નેતાની આ દીકરી છે નેહા, 7 તસવીરો જોઈને દીવાના થઇ જશો

અભિનેત્રી નેહા શર્મા છેલ્લે સિદ્ધાર્થ શુક્લા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. જે દરમિયાન તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નેહા શર્મા આ દિવસોમાં ગોવામાં વેકેશન મનાવી રહી છે. આવામાં તેની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. તેણે હાલમાં જ એક તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળી રહી છે.

નેહાએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, તે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેણે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, Holiday on my mind. તસવીરમાં જોઇ શકાય છે કે, તેણે વ્હાઇટ કલરની બિકિની પહેરી છે અને આ સાથે તેણે વ્હાઇટ શર્ટ કેરી કર્યો છે.

33 વર્ષિય નેહા શર્માએ વર્ષ 2007માં તેલુગુ ફિલ્મ “ચેરૂથા”માં પહેલીવાર કામ કર્યુ હતુ. આ બાદ તેણે એક બીજી તેલુગુ ફિલ્મમાં કામ કર્યુ હતુ. તેણે વર્ષ 2010માં બોલિવુડમાં પગ મૂક્યો હતો.

નેહા શર્માની પહેલી બોલિવુડ ફિલ્મ “ક્રૂક” હતી. જેમાં તે ઇમરાન હાશમી સાથે જોવા મળી હતી. તે બાદ તે સતત ફિલ્મોમાં એક્ટિવ છે, પરંતુ તેને આજ સુધી કોઇ સારી ઓળખ મળી નથી. જે તેને મળવી જોઇએ.

નેહા શર્માએ “ક્રૂક” બાદ “કયા સપર કુલ હે હમ” “યંગિસ્તાન” “યમલા પગલા દીવાના” “તુમ બિન 2” “મુબારકા” અને “તાન્હાજી” જેવી ફિલ્મોમાં તે જોવા મળી છે, પરંતુ તેને એક લીડ અભિનેત્રી જેવી કામયાબી મળી શકી નથી.

નેહા શર્મા તેની ખૂબસુરતી અને અદાઓથી ટોપ અભિનેત્રીઓને પણ માત આપે છે. તે ઘણીવાર તેની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તેની ખૂબસુરતી કમાલ છે. તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ પણ છે.

નેહાની આ તસવીરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ ખૂબ જ કમેન્ટ કરી તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, નેહા જલ્દી જ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ “જોગીરા સારા રા રા”માં જોવા મળશે. આ પહેલા તે વેબ સીરિઝ “Illegal”માં જોવા મળી હતી.