જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે.જેની સીધી જ અસર રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિના લોકોની પોત પોતાની ખાસિયતો જણાવવામાં આવેલી છે. જેના આધારે આ ચાર રાશિના છોકરાઓ ખુબ જ આકર્ષિત માનવામાં આવે છે.તેઓની અંદર ગજબનું આકર્ષણ હોય છે જેને લીધે તેઓ યુવતીઓને પોતાના તરફ સહેલાઈથી આકર્ષિત કરી શકે છે. આ ચાર રાશિના યુવકો ખુબ જ કેરિંગ અને રોમેન્ટિક સ્વભાવના હોય છે.
1. મિથુન: આ રાશિના લોકોનો સ્વભાવ ખુબ જ હસમુખો હોય છે. તેઓનું સ્મિત કોઈને પણ આકર્ષિત કરી શકે છે.તેઓની વાતો અને અંદાજમાં એવો જાદુ હોય છે કે તે યુવતીઓ તેમના તરફ જલ્દી જ આકર્ષિત થઇ જાય છે.આ રાશિના લોકોને દરેક વિષયની જાણકારી હોય છે અને તેઓ ખુબ વાતો કરનારા હોય છે, જેની વાતોમાં યુવતીઓ પોતાનું દિલ હારી બેસે છે.
2. તુલા: તુલા રાશિના લોકો ક્ષણવારમાં લોકોને પોતાના દીવાના બનાવી લે છે.તેઓની લાઈફસ્ટાઇલ અને જીવન જીવવાનો અંદાજ લોકોને આકર્ષિત કરવા માટે પૂરતો છે. આ લોકોની સ્ટાઇલ અન્યથી એકદમ અલગ જ હોય છે. આ રાશિના લોકોની આંખોમાં ગજબની ચમક અને કશિશ હોય છે જેને લીધે યુવતીઓ તેના તરફ જલ્દી જ આકર્ષિત થઇ જાય છે.
3. મકર: મકર રાશિના લોકો ખુશ મિજાજ, મજાકિયા અને સમજદાર સ્વભાવના હોય છે.તેઓનો સ્વભાવ કેરિંગ અને રોમેન્ટિક હોય છે, તેઓ ખુબ ખુશ રહે છે અને અન્ય લોકોને પણ ખુશ રાખવામાં માને છે. તેઓ દેખાવમાં ભલે સાધારણ હોય પણ તેઓના સ્વભાવને લીધે યુવતીઓ તેમના પર દિલ હારી બેસે છે.
4. વૃષભ: વૃષભ રાશિનો સ્વામી શુક્ર માનવામાં આવે છે. શુક્રના પ્રભાવના લીધે આ રાશિના યુવકો ખુબ જ આકર્ષક અને રોમેન્ટિક સ્વભાવના હોય છે. તેઓની પર્સનાલિટીમાં એવો જાદુ હોય છે કે યુવતીઓ તેના તરફ ખેંચી ચાલી આવે છે.
5. સિંહ: સિંહ રાશિના યુવકો ખુબ જ આત્મવિશ્વાસી અને સામાજિક સ્વભાવના હોય છે. સમાજમાં તેઓની અલગ જ ઓળખ હોય છે. તેઓ જે પણ વ્યક્તિને મળે છે તેની સામે પોતાની અલગ જ છાપ છોડી જાય છે.તેઓ પોતાની વાતોથી યુવતીઓને ઈમ્પ્રેસ કરે છે અને યુવતીઓ તેની પર્સનાલિટી પર ફિદા થઇ જાય છે.