હવામાં બધાની જિંદગીઓ દાવ પર ! બોમ્બની સૂચના બાદ મોસ્કોથી ગોવા જઇ રહેલી ફ્લાઇટનું જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ ! પેસેન્જરોમાં હડકંપ

મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં બોમ્બની સૂચના નીકળી અફવા, જામનગર એરપોર્ટના ડાયરેક્ટર બોલ્યા- કંઇ ન મળ્યુ

મોસ્કોથી ગોવા જઇ રહેલ પ્લેનમાં બોમ્બની સૂચના મળ્યા બાદ સોમવારે મોડી રાત્રે ગુજરાતના જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ. બધા યાત્રીઓને ઉતારી સામાનનું ચેકિંગ કરવામાં આવ્યુ. તપાસમાં યાત્રીઓ પાસે કોઇ સંદિગ્ધ વસ્તુ ન મળી. ચેકિંગ દરમિયાન બધા યાત્રીઓને લાઉંજમાં બેસાડવામાં આવ્યા હતા. સાથે જ ડોગ સ્કવોડ અને એનએસજીને બોલાવી પૂરા પ્લેનનું ચેકિંગ કરાવવામાં આવ્યુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ગોવા એટીસીને ફોન આવ્યો હતો કે મોસ્કોથી ગોવા જઇ રહેલી Azur Airની ફ્લાઇટમાં બોમ્બ છે. આ કોલ બાદ ફ્લાઇટને તરત જ ગુજરાતમાં ભારતીય વાયુસેનાના જામનગર એરબેસ પર ડાયવર્ટ કરી દેવામાં આવી. સાથે જ પોલિસ-પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી એલર્ટ કરી દેવામાં આવ્યા. એનએસજીની ટીમે પણ એરપોર્ટ પહોંચી પ્લેનને ઘેરી લીધુ.

ગુજરાત પોલિસ અનુસાર, ગોવા એટીસીને મોસ્કોથી ગોવા જઇ રહેલ Azur Airના ચાર્ટર્ડ પ્લેનમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાનો ધમકી ભર્યો કોલ મળ્યો હતો. જેને કારણે સોમવારે રાત્રે 10 વાગ્યા આસપાસ જામનગરના ઇન્ડિયન એરફોર્સ બેસ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ. લેન્ડિંગ સમયે પ્લેનમાં 200થી વધારે પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. પ્લેનને એરફોર્સ બેસ પર સુરક્ષિત ઉતાર્યા બાદ બધા યાત્રિઓને તપાસ માટે લાઉંજમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમના સામાનની ઊંડી તપાસ કરવામાં આવી.

પોલિસ-પ્રશાસનના અધિકારીઓ અનુસાર, ઘટના વિશે રૂસી દૂતાવાસને પણ સતર્ક કરી દેવામાં આવ્યુ, સાથે જ પ્લેનની ઊંડી તપાસ માટે એનએસજીને બોલાવવામાં આવી. પ્લેનની તપાસમાં કોઇ પણ સંદિગ્ધ વસ્તુ ન મળી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે કદાચ કોઇએ ફોન કરી ખોટી સૂચના આપી હતી. હવે સુરક્ષા એજન્સીઓ ફોન કરવાવાળા વ્યક્તિની તલાશમાં લાગી છે. જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યુ કે, એનસએસજીને કંઇ પણ સંદિગ્ધ મળ્યુ નથી.

વિમાન આજે સવારે જામનગરથી ગોવા માટે સવારે 10.30થી 11 વાગ્યા વચ્ચે ઉડાન ભરે તેવી શક્યતા છે. બધા કેબિન સામાનની સારી રીતે તપાસ કરવામાં આવી છે. આ પહેલા સુરક્ષા એજન્સીઓએ 9 કલાક સુધી એરપોર્ટની ઘેરાબંધી કરી હતી. વિમાનમાં કુલ 236 યાત્રી અને ચાલક દળના આઠ સભ્યો હતા. એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યુ કે, બધા યાત્રીઓ સુરક્ષિત છે.

Shah Jina