જીવનશૈલી હેલ્થ

સવારે ઉઠ્યા પછી ન ભૂલો આ 5 કામ, હમેંશા રહેશો સ્વસ્થ અને સેહતમંદ, 100% ફાયદાકારક ટિપ્સ

આજે લોકો રાતના મોડે સુધી જાગે છે,મોડે સુધી જાગ્યા હોય તો સ્વરે પણ ઉઠવાનું મોડું થાય છે. જેના કારણે આખો દિવસ બેચેનીમાં વીતે છે. તો અમુક વાર એવું પણ થતું હોય છે કે, રાતે મોડે સુતા બાદ સવારે વહેલા ઉઠી જાય છે તે લોકોને પણ આખો દિવસ આળસ અને સુસ્તીમાં જ જાય છે.

કહેવામાં આવે છે કે, દિવસની શરૂઆત જો સારી થઇ તો આખો દિવસ સારો જ પસાર થાય છે. સવારે ઉઠીને લોકો તેના દિવસની શરૂઆત સામાન્ય રીતે ટોયલેટ જઈ અને નાહીને પછી નાસ્તાથી કરે છે. પરંતુ જો આપ પોતાની આદતમાં થોડો બદલાવ કરો અને સવારે ઉઠ્યા બાદ આ પાંચ ટિપ્સ અપનાવી લો, તો આપનું શરીર જિંદગીભર સ્વસ્થ રહેશે અને આપ ક્યારેય બિમાર નહિ પડો.

Image Source

વાત એમ છે કે આપની ખરાબ આદતો ધીરે-ધીરે આપના અંગોને ઘરડા બનાવી દે છે,આ જ કારણ છે કે જે લોકો સવારથી જ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છેતે લોકો લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રહે છે.

 આવો તમને જણાવીએ એવી છીએ 5 આદતો, જેનાથી આપ કરી શકો છો આપના દિવસની શરૂઆત.

નક્કી સમય પર જ ઉઠો

Image Source

રાત્રે સુતા પહેલા આપ નક્કી કરો છો કે આપ સવારે 6 વાગ્યે ઉઠી જશો. સવારે વહેલા ઉઠવા માટે પણ એલાર્મ રાખવું પડે છે. પરંતુ ઘણા લોકો સવારે ઉઠતા જ એલાર્મ બંધ કરી દે છે કે સ્નૂઝ મોડ પર મૂકી દે છે.5-10 મિનિટ વધારે સુવાની અપેક્ષામાં આખા દિવસની આળસ અને થાક ભરી દે છે. નક્કી સમયથી વધારે સુતા બાદ પણ ઉઠ્યા બાદ પણ આપનો મૂડ ખરાબ રહે છે, જેની અસર દિવસનાં આપના બધા કામો પર પડે છે.એટલે સવારે એલાર્મ બંધ કર્યા બાદ તરત બાદ ઉઠો. પાંચ મિનિટ પછી કહીને ફરીવાર ન સુઈ જાવ.

પાણી પીઑ

Image Source

આપ સવારે ઉઠતા જ પાણીથી કોગળા કરો પછી 2 ગ્લાસ પાણી પીવો. જો આપ વજન ઘટાડવા માગતા હોય કે પેટની ચરબી ઑછી કરવા માગતા હોય, તો સવારે હૂંફાળું ગરમ પાણી પીવો.પાણી પીવાથી સવારે આપનું પેટ સાફ થાય છે અને આખુ શરીર હાઈડ્રેટ થઈ જાય છે,જેનાથી બધા અંગ આખો દિવસ કામ કરવા માટે તૈયાર થઇ જાય છે. જો આપ ફ્લેવર્ડ પાણી પીવા માગતા હોય તો તેના માટે આપ તેમા લીંબુ અને મધ મેળવી શકો છો.આ પાણી તમને પાતળા થવામાં પણ મદદ કરશે.

હવામાં ફરો

Image Source

મોટા ભાગના લોકો કહેશે કે સવારે એમની પાસે સમય નથી હોતો એટલે તે ફરી નથી શકતા.એવા લોકો સામાન્ય રીતે સવારે જાગતા જ પોતાના રોજબરોજની જીવનશૈલીમાં વ્યસ્ત થઈ જાય છે. પણ એ કોઈ સમજદારી નથી. સમય કરતા થોડુ વહેલા ઉઠો સમય નથીઅને 10-15 મિનિટ ફરો. સવારે જાગતા જ થોડીવાર હવામાં ફરવા માટે નિકળો.ફેફસા આપણો શ્વાસ ખેંચવામાં અને જિંદગી માટે એક જરૂરી અંગ છે.જો આપ રોજ સવારે થોડી વાર ફરો છો,તો ફેફસા જિંદગીભર સ્વસ્થ રહે છે અને શરીરમાં શુધ્ધ ઑક્સિજનની આપૂર્તિ થાય છે.આ દરમિયાન આપ હવા,સૂરજની રોશનીનાં સંપર્કમાં આવશો.

કસરત કરો

Image Source

જરૂરી નથી કે નિયમિત કસરત જ કરો. જો સમયનો અભાવ છે તો આપ તેના માટે સ્ટ્રેચિંગ જેવી કસરત પણ કરી શકો છો. તેના માટે આપને અડધો કલાક કસરત કરવાની જરૂરત નથી.જેવુ શરીર સ્ટ્રેચ અનુભવ થાય, આપ તેને બંધ કરી દો અને રેગ્યુલર જીવનશૈલીમાં પરત ફરી જાઓ.

ડાયરીમાં દિવસનું લક્ષ્ય લખો

Image Source

જો આપ એ રાત્રે કોઈ એવુ સપનુ જોયું છે જેને આપ પુરુ કરવા માંગો છો, તો તેને ભૂલી જતા પહેલા સવારે જાગતા જ ડાયરીમાં લખી લો. તેના સિવાય દિવસભર આપને શું કામ કરવું છે અને કેટલા સમયમાં કરવું છે, તે પણ નક્કી કરી લો. કોઈ આઈડિયા, કોઈ વિચારને પણ આપ ડાયરીમાં લખી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.