ધાર્મિક-દુનિયા

600થી વધુ વર્ષોથી ભર્યા છે આ મંદિરમાં ઘીના ઘડા, હજુ સુધી નથી બગડ્યું આ ઘી, અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે વપરાય છે!!!

ભગવાનનો ચમત્કાર તો જુઓ: 600 વર્ષથી કાળા માટલાઓની અંદર એવુંને એવું ઘી છે, કોઈ દિવસ દુર્ગંધ કે જીવડાં નથી પડ્યા…જુઓ

આ દેવો કે દેવ મહાદેવના મંદિરમાં 600 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ જ્યોત, જાણો ઘીનું રહસ્ય

ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણકે આ મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે છે, ભગવાન શિવને રીઝવવા માટે આખો મહિનો ઉપવાસ કરે છે. આ ઉપરાંત ભગવાનને રીઝવવા માટે જપ, તપ, પૂજા હવન પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો શિવજીના મંદિર ભક્તોની ભીડ રહે છે.

ત્યારે એક એવું શિવ મંદિર પણ છે કે જ્યા ઘીના ભંડાર ઉભરાય છે. વાત થઇ રહી છે ખેડા જિલ્લાના રધુ ગામે આવેલા કામનાથ મહાદેવ મંદિરની… આ મંદિરમાં બિરાજેલા ભગવાન શિવની પૂજા તો થાય જ છે, પરંતુ આ મંદિરની બીજી પણ એક ખાસિયત છે. આ મંદિરમાં 751 જેટલી માટીની ગોળીઓમાં ઘી ભરેલું છે.

એવું કહેવાય છે કે વર્ષોથી આ મંદિરમાં આ રીતે માટીની ગોળીઓ ઘીથી ભરી રાખવામાં આવે છે. આ ઘીનો ઉપયોગ માત્ર અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે જ વપરાય છે. આ જ કારણે આ મંદિર એક આગવી ઓળખ ધરાવે છે. વાત્રક નદીના કિનારે જ્યા પાંચ નદીઓનો સંગમ છે ત્યાં નજીકમાં જ આવેલી આ પુરાતન મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક છે.

એવું કહેવાય છે કે આ મંદિર વર્ષ 1445માં બનાવવામાં આવ્યું હતું. રઢુથી 8 કિમી દૂર આવેલા પુનાજ ગામથી 629 વર્ષો પહેલા રઢુ ગામના જેસંગભાઇ હિરાભાઇ પટેલ તથા ગામના લોકો અખંડ જ્યોત લાવ્યા હતા. ત્યારથી આ મંદિરમાં આ અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ જ્યોતને ચાલુ રાખવા માટે રોજ લગભગ 10-15 કિલો ઘીનો ઉપયોગ થાય છે.

જેના માટે આ ગામના લોકોએ અને શિવ ભક્તોએ યથાશક્તિ ઘી આપવાનું શરુ કર્યું હતું. જેને લીધે હાલ આ મંદિરમાં 751 જેટલી માટીની ગોળીઓમાં ઘી ભરેલું છે. સંવત 2056થી આખા શ્રાવણ મહિના દરમિયાન મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે, જેમાં આખા મહિના દરમ્યાન 80 ગોળીઓ જેટલું ઘી વપરાય છે. આ મંદિરમાં આટલા મોટા જથ્થમાં ઘી ભેગું થયેલું છે જેની પાછળ પણ એક વાર્તા છે.

રઢુ અને તેની આસપાસના ગામના કોઈ પણ ઘરે ભેંસ કે ગાયને બચ્ચા આવે ત્યારે તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને અમન્દિરમાં અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 35 જેટલી માટીની ગોળીઓ ઘીથી ભરાય છે. આ માટીની એક ગોળીની અંદર લગભગ 60 કિલો જેટલું ઘી હોય છે. આ ઘીની અને મંદિરની ખાસ વાત એ પણ છે કે આ ઘી વર્ષો જૂનું હોવા છતાં બગાડ્યું નથી કે નથી તે ખુલ્લું પડ્યું હોવા છતાં તેમાંથી વાસ આવતી કે નથી તેમાં કીડા પડયા…

આ મંદિરમાં શ્રાવણ મહિનાની બારસના દિવસે ભગવાન શિવની પ્રજવલિત થયેલી અખંડ જયોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા ધામધુમથી ઉજવવામાં આવે છે. લોકોની કામના પૂરી કરતા આ દેવની સોનાની મૂર્તિ પણ આ દિવસે દર્શન માટે બહાર કાઢવામાં આવે છે. આ દિવસે વર્ષમાં એકવાર મહાદેવજી નગરચર્યા માટે નીકળે છે.

શિવજીની આ સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના સોમવાર, શ્રાવણ વદ બારસ અને શિવરાત્રીના દિવસે જ દર્શન માટે બહાર કઢાય છે. આ દિવસોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તેમજ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જે તેમની મનોકામના પૂર્તિ માટે મહાદેવની બાધા રાખે છે. અહીં ભક્તોની મનોકામના પૂરી થતી હોવાને કારણે મંદિરનું નામ કામનાથ મહાદેવ પડ્યું છે.