પિતાના 20 દિવસ બાદ યુવાન પુત્રનું પણ હાર્ટ એટેકથી મોત- પરિવાર ચોધાર આંશુ એ રડી પડ્યો

હે ભગવાન, ક્યારે બંધ થશે હાર્ટએટેક….પિતાના મૃત્યુના 20 દિવસ બાદ યુવાન પુત્રનું હાર્ટએટેક આવતા મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો

Morbi young man death due to Heart Attack : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના ઘણા કિસ્સા સામે આવ્યા છે અને આ સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે રાજકોટના મોરબીમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો. જેમાં પિતાના મૃત્યુના 20 દિવસ બાદ જ યુવાન પુત્રનું હાર્ટ એટેકથી મોત થયુ અને આ ઘટના બાદથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘરના મોભી બાદ યુવાન પુત્રનું પણ મોત થતા પરિવાર પર તો આભ તૂટી પડ્યુ છે.

હાલ તો પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી રોડ પર આવેલ ઓમ પાર્કમાં રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા 35 વર્ષિય કલ્પેશભાઇ રાઠોડ બપોરે પોતાના ઘરે હતા અને આ દરમિયાન અચાનક જ તેઓ બેભાન થઇ ગયા બાદ પરિવારજનો અને સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક 108 મારફત સિવિલ ખસેડયા હતા. જો કે, ત્યાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા.

File Pic

યુવાન દીકરાનું મોત થયુ છે તે જાણી કલ્પેશભાઇના સગા સંબંધીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, કલ્પેશ હાથીખાનામાં આર્ય સમાજ સામે સલુન ચલાવતો હતો. તાજેતરમાં જ એક મહિના પહેલા રાજલક્ષ્મી સોસાયટીમાં નવું મકાન ખરીદયું હતું અને પરિવાર સાથે તેઓ રહેતા હતા. જો કે સવારથી ગેસની તકલીફ હતી અને તેને કારણે તેઓ દુકાન પણ નહોતા ગયા અને ઘરે આરામ કરતા હતા.

File Pic

ત્યારે બપોરે એકાદ વાગ્યા આસપાસ તેઓ અચાનક બેભાન થઇ ગયા અને પછી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. જો કે, ત્યાં તેમને મૃત જાહેર કરાયા. તબીબો મુજબ તેમને હાર્ટએટેક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકે આજથી 20 દિવસ પહેલા જ પિતા ગુમાવ્યા હતા અને તેમને પણ હાર્ટએટેક આવ્યો હતો. મૃતકને 10 વર્ષનો દીકરો છે અને તેમના નિધન બાદ હવે બાળકે નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Shah Jina