એમનેમ રહો, દોડો નહિ, એ પોલીસને ફોન કરો કોઈ, ચિચિયારીઓ સાથે સેંકડો લોકો નદીમાં ખાબક્યા, જુઓ વીડિયો

હમણાં જ અહેવાલ પ્રાપ્ત થયા છે કે મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે લગભગ ૪૦૦ થી વધુ લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો આ ફેમસ ઝૂલતો પુલ છેલ્લા 7 મહિનાથી રીપેરીંગ કામને લીધે બંધ હતો. આશરે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે, જયારે આ દૂર્ઘટના થઇ તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હવે એક પછી એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે.

હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા. આમ જોઈએ તો પુલ તૂટી પડવાનું ચોક્કસ કારણ હાલ નથી જાણી શકાયું, પણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે લોકોની ભીડ વધી ગઈ હતી અને તેના લીધે આ પુલ તેનો ભાર સહન ના કરી શકતા તૂટી પડ્યો હોઈ શકે છે.

જોકે, પુલની ક્ષમતા કેટલા લોકોને સમાવવાની હતી તેમજ તેના પર ભીડ નિયંત્રિત કરવા કોઈ વ્યવસ્થા હતી કે કેમ તેની માહિતી હજુ સુધી નથી મળી શકી. છેલ્લા 7 મહિના સુધી આ ફેમસ પુલના મેઇન્ટેનન્સને લીધે બંધ રાખ્યો હતો અને દિવાળી તહેવારની રજાઓમાં જ તેને ફરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

આ દુર્ઘટના બની ત્યારે તેના પર 500થી વધુ લોકો મોજુદ હતા. ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નદીમાં પડેલા લોકોને કાઢીને તેમને ખભા પર નાખીને દોડી રહ્યા છે. આ ચોમાસામાં આપણે ખુબ જ વરસાદ પડેલો છે તેના લીધે મચ્છુ નદીમાં ભરપૂર પાણી હતું.

PMO એ ટ્વીટ કર્યું છે કે, PM spoke to Gujarat CM and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC