હળવદના ખેડૂતે ટ્રેક્ટરની આડે પડતું મૂકી કર્યો આપઘાત ! સુસાઇડ નોટમાં ખુલ્યું કારણ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી, દેવુ કે પછી અન્ય કોઇ કારણો હોય છે. ત્યારે હાલમાં મોરબીના હળવદમાંથી એક ખેડૂતના આપઘાતનો મામલો સામે આવ્યો છે. આ મામલે મૃતકે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં મૃતકે 9 વ્યાજખોરોના નામ પણ લખ્યા છે

અને વ્યાજખોર દરરોજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ છે. હળવદના માલણીયાદ ગામથી આ આપઘાતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતીભાઈ દલવાડીએ 21 ડિસેમ્બરના રોજ ખેતરમાં ચાલતા ટ્રેકટર હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. તેમણે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં લાલો બુલેટના ગેરેજ વાળો, ચંદ્રેશ પટેલ, ભરતસિંહ નાડોદા રાજપૂત (ક્રોસ રોડ), છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, અને ડો.પી.પી.(માલનીયાદ),

તેમજ અશ્વિન રબારી(ધ્રાંગધ્રા),મહિપતસિંહ મૂળી વાળા અને પટેલ ધીરુભાઈ નાનજીભાઈ (નિકોલ,અમદાવાદ)ના નામનો ઉલ્લેખ છે. આ નવ જે વ્યક્તિઓ છે તે મૃતકને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મૃતકે ઘરમાં કોઈ કલેશ ન હોવાની વાત પણ સુસાઇડ નોટમાં લખી હતી. સુસાઈડ નોટમાં જેમના પણ નામ લખવામાં આવ્યા છે, તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે.

Shah Jina